ઘટના@ખેડા: પાડોશીએ સગીર વયની 3થી 4 બાળકીઓને પીંખી, સ્થાનિકોમાં ભારે રોષનો માહોલ
4 જેટલી બાળકીઓ સાથે દુષ્કર્મના આ કેસને લઈને પોલીસ પણ ચોંકી ગઈ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ખેડા જિલ્લામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં પાડોશીએ જ 3 થી 4 બાળકીઓ સાથે દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે. આ બનાવ સામે આવ્યા બાદ સમગ્ર જિલ્લામાં જાણે કે હડકંપ મચી ઉઠ્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. આ આરોપીનું નામ ચંદ્રકાંત પટેલ હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે પણ આરોપીને ઝડપી પાડ્યો છે.પાડોશમાં રહેતી 3 થી 4 બાળકીઓ સાથે આરોપીએ દુષ્કર્મ આચર્યું હતું.
મૂળ ખેડાના માતર ગામમાં આ ઘટના બની છે. જાણીને તમારા રૂવાંડા ઉભા થઈ જશે કે આ હેવાને દુષ્કર્મ આચર્યાનો અશ્લીલ વીડિયો પણ બનાવ્યો હતો. પોલીસે આરોપીનો મોબાઈલ પણ કબજે કરી લીધો છે. જેથી આરોપીના મોબાઈલની તપાસને આધારે આ કેસમાં નવા ખુલાસાઓ થઈ શકે છે. ઘટનાને લઈને લોકોમાં રોષનો માહોલ ફેલાયો છે. સાથે જ બાળકીઓની સુરક્ષાને લઈને પણ ગંભીર સવાલો ઉઠ્યા છે. પાડોશમાં રહેતા જ હેવાને બાળકીઓ સાથે આ કુકર્મ કર્યું છે. જેથી સ્થાનિકોમાં ભારે રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. ઘટનાને લઈને પોલીસ પણ હવે એક્શન મોડમાં આવી ગઈ છે.
આ સમગ્ર મામલે ખેડા જિલ્લા પોલીસ એલસીબી અને ડિવાયએસપી સહિતના અધિકારીઓ દ્વારા વસો પોલીસ મથકે આરોપીની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. એક કે બે નહીં પણ 4 જેટલી બાળકીઓ સાથે દુષ્કર્મના આ કેસને લઈને પોલીસ પણ ચોંકી ગઈ હતી. જોકે સમગ્ર મામલે પોલીસે હવે તપાસ આરંભી છે.