ઘટના@ખેડાઃ ટ્રક અને કાર વચ્ચે ભયાનક ટક્કર થતાં 4 લોકોના કરૂણ મોત

અટલ સમાચાર, ડેસ્ક ખેડામાં આજે વહેલી સવારે અકસ્માતથયો હતો. બનાવ બાદ લોકો એકઠા થઈ ગયા હતા અને ઈજાગ્રસ્તને હૉસ્પિટલ ખસેડ્યો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે આઇસર ટ્રકના આગળના ભાગને નુકસાન થયું છે. જ્યારે કારના આગળના ભાગનો પણ ભુક્કો બોલી ગયો હતો. અકસ્માતનો ભોગ બનનારી કારનો નંબર છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક
 
ઘટના@ખેડાઃ ટ્રક અને કાર વચ્ચે ભયાનક ટક્કર થતાં 4 લોકોના કરૂણ મોત

અટલ સમાચાર, ડેસ્ક

ખેડામાં આજે વહેલી સવારે અકસ્માતથયો હતો. બનાવ બાદ લોકો એકઠા થઈ ગયા હતા અને ઈજાગ્રસ્તને હૉસ્પિટલ ખસેડ્યો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે આઇસર ટ્રકના આગળના ભાગને નુકસાન થયું છે. જ્યારે કારના આગળના ભાગનો પણ ભુક્કો બોલી ગયો હતો. અકસ્માતનો ભોગ બનનારી કારનો નંબર છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ખેડા જિલ્લામાં થયેલા અકસ્માતમાં ચાર લોકોનાં કમકમાટી ભર્યાં મોત થયા છે. કપડવંજથી મોડાસા રોડ પર આ અકસ્માત થયો છે. જ્યાં એક આઇસર ટ્રક અને કાર વચ્ચે ટક્કર થઈ હતી. ટક્કર એટલી ભયંકર હતી કે કારમાં સવાર ચાર લોકોનાં મોત થયા છે. તમામ લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયા હતા. બનાવને પગલે લોકોના ટોળેટોળા એકઠા થયૈ હતા.

સુત્રોએ જણાવ્યું હતુ કે, ઓવરટેક કરવાના ચક્કરમાં આ અકસ્માત થયો હતો. આ બનાવમાં એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થઈ છે. જેને સારવાર માટે વાત્રકની ખાનગી હૉસ્પિટલમાં ખસેડવામાં આવી છે. બનાવની જાણ થયા બાદ કપડવંજ રૂરલ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.