ઘટના@ખેડબ્રહ્મા: બાઈક-ST બસ વચ્ચે અકસ્માત સર્જાયો, બાઈક ચાલકનું ઘટનાસ્થળે જ મોત

 
અકસ્માત
અકસ્માતની ઘટનાથી પદયાત્રીઓમાં ડરનો માહોલ 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં અકસ્માતની ઘટનામાં 1 વ્યક્તિનું મોત થયું છે. શ્યામનગર નજીક બાઈક-ST બસ વચ્ચે રાત્રે જીવલેણ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બાઈક ચાલકનું ઘટના સ્થળે જ મોત થયું છે. અન્ય એક ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે. આ અકસ્માતની ઘટનાથી પદયાત્રીઓમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. ખેડબ્રહ્મા સ્ટેટ હાઇવે પર રાત્રીના સમયે એક એસટી બસ ચાલકે બાઈક ચાલકને અડફેટે લીધો હોવાની ઘટના સામે આવી છે.

શ્યામનગર નજીક એસટી બસ ચાલકે બાઈક પર જઈ રહેલા બે લોકોને ટક્કર મારી હતી. આ ઘટનામાં બાઈક પર સવાર એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત થયું છે. જ્યારે એક વ્યક્તિ ઘાયલ થતા તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આ અકસ્માતની ઘટનાથી પદયાત્રીઓમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. ખેડબ્રહ્માથી અંબાજી જઈ રહેલા પદયાત્રીઓ માટે હાલમાં ખેડબ્રહ્માથી અંબાજી રોડ અકસ્માત રોડ બન્યો છે. રાત્રેના સમયે વડાલીથી ખેડબ્રહ્મા જતા હાઇવે પર શ્યામનગર નજીક માણેકનાથ મંદિર પાસે બાઇક અને એસ ટી વચ્ચે અકસ્માત થયો હતો. વડાલી તાલુકાના દેલવાડા ગામના અલ્પેશ કુમાર સરદાર ભાઈ ઠાકોર ઉમર આશરે 35 વર્ષનું ઘટનાસ્થળે મૃત્યુ થયું હતું. અન્ય એક વ્યક્તિને ગંભીર ઈજાઓ થવાથી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.