ઘટના@ખેડબ્રહ્માઃ અમારા વિરૂધ્ધ અરજી કેમ કરો છો ? તેવુ કહી ઇસમોએ પિતા-પુત્રને માર્યા

અટલ સમાચાર ડોટ કોમ, ખેડબ્રહ્મા ખેડબ્રહ્મા તાલુકાના ગામે નજીવી બાબતે ઇસમોએ 2 વ્યક્તિઓ ઉપર ગડદાપાટુનો મારમારી અને જાનથી મારી નાખવાની ઘટના સામે આવી છે. પ્રાથમિક વિગતો મુજબ ફરીયાદીના મોટાભાઇ અને તેમણા બે દિકરાઓ દ્રારા માર મારવામાં આવ્યો હતો. ઇસમોએ તમે કેમ અમારા વિરૂધ્ધ નગરપાલીકામાં અરજી કરો છો ? તેવું કહી ફરીયાદી અને તેમના પુત્રને મારમારતા
 
ઘટના@ખેડબ્રહ્માઃ અમારા વિરૂધ્ધ અરજી કેમ કરો છો ? તેવુ કહી ઇસમોએ પિતા-પુત્રને માર્યા

અટલ સમાચાર ડોટ કોમ, ખેડબ્રહ્મા

ખેડબ્રહ્મા તાલુકાના ગામે નજીવી બાબતે ઇસમોએ 2 વ્યક્તિઓ ઉપર ગડદાપાટુનો મારમારી અને જાનથી મારી નાખવાની ઘટના સામે આવી છે. પ્રાથમિક વિગતો મુજબ ફરીયાદીના મોટાભાઇ અને તેમણા બે દિકરાઓ દ્રારા માર મારવામાં આવ્યો હતો. ઇસમોએ તમે કેમ અમારા વિરૂધ્ધ નગરપાલીકામાં અરજી કરો છો ? તેવું કહી ફરીયાદી અને તેમના પુત્રને મારમારતા બંને ઇજાગ્રસ્ત બન્યા હતા. આ સમગ્ર મામલે ત્રણ ઇસમો સામે ખેડબ્રહ્મા પોલીસ મથકે ફરીયાદ નોંધાઇ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સાબરકાંઠા જીલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના ગામે ઇસમોએ બે વ્યક્તિ પર હુમલો કર્યાની ઘટના સામે આવી છે. વિગતો મુજબ ફરીયાદી કાન્તીભાઇ દલાભાઇ પંચાલ વિશાલ એજીનીયરીંગ વર્કસ નામની મશીનરીની પોતાની માલીકીની દુકાનમાં વેપાર ધંધો કરીને પરીવારનું ગુજરાન ચલાવે છે. ગત તા.13-04-2021ના રોજ ફરીયાદી કાન્તીભાઇ દલાભાઇ પંચાલ અંબાજી ગયેલ અને દુકાને તેમનો પુત્ર વિશાલ બેઠેલ હોઇ તે દરમ્યાન સાંજના છ વાગ્યા આસપાસ દુકાન પર તેના મોટાબાપા બાબુભાઇ તથા તેમનો છોકરા પ્રફુલભાઇ બને જણા આવેલા અને પુત્ર વિશાલને ગડદાપાટુનો માર-મારી અને બીભત્સ ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપીને, કહેલ કે તું અને તારા પિતા કેમ અમારા મકાનનું કામ અટકાવવા સારૂં નગરપાલીકામાં ખોટી ખોટી અરજીઓ કરો છો ? તેમ કહી મારી સાથે ગાળા ગાળી કરવા લાગેલ હતા અને પ્રફુલભાઇના હાથમાં લોખંડની પાઇપ પણ હતી. આ સાથે દુકાનનું શટલ બંધ કરી દઇને વિશાલનુ ગળું પકડી પાડેલ હતું. પણ સમયપર આજુબાજુ થી બીજા માણસો આવી જતા અમને છૂટા પાડીને છોડાવ્યા હતા. અને ત્યારબાદ વિશાલને સીવીલ હોસ્પીટલ ખેડબ્રહ્મા ખાતે સારવાર કરાવવામાં આવી હતી.

ઘટના@ખેડબ્રહ્માઃ અમારા વિરૂધ્ધ અરજી કેમ કરો છો ? તેવુ કહી ઇસમોએ પિતા-પુત્રને માર્યા

સૂત્રોએ જણાવ્યું હતુ કે, અગાઉ માથકૂટ બાદ તા.14-04-2021 સવારના કાન્તીભાઇ પંચાલ તથા તેમનો દીકરો આશરે દસેક વાગ્યા આસપાસ તેમની દુકાને હાજર હતા. આ દરમ્યાન તેમના મોટાભાઇ બાબુભાઇ તથા તેમના બન્ને દીકરા અશોક તથા પ્રફુલ તેમની દુકાને આવેલા અને પ્રફુલભાઇના હાથમાં લોખંડની પાઇપ લઇ આવી પહોચ્યાં હતા. જ્યાં તેઓએ કહેલ કે, કાલે બધા વચ્ચે પડીને છોડાવ્યા એટલે તમે બચી ગયા છો, એમ બોલી મા-બેન સામી બિભત્સ ગાળો બોલવા લાગ્યા જેથી તેમને ગાળો બોલવાની ના પાડતા તે ત્રણે જણા એકદમ ઉશ્કેરાઇ જઇ કાન્તીભાઇને ગડદાપાટુનો મારમારવા લાગ્યા હતા. વિશાલ વચ્ચે છોડાવવા પડતાં તેને પણ આ પ્રફુલભાઇ તથા અશોકભાઇ તથા તેમના મોટાભાઇએ ગડદાપાટુનો મારમાર્યો હતો. આ બાબતે સામાજીક રીતે અંદરો અંદર સમાધાન કરવાની કોશિશ કરતા આજદિન સુધી સમાધાન ન થતાં આજરોજ આ ઇસમો વિરૂધ્ધ ખેડબ્રહ્માં પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોધાવી હતી. ખેડબ્રહ્માં પોલીસે આઇપીસી કલમ 323, 447, 504, 506(2), 114 અને જીપીએ કલમ 135 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.