બનાવ@કચ્છ: ટ્રેનની અડફેટે આવી જતા માતા અને 2 પુત્રોના કરુણ મોત, જાણો વિગતે
ઘટનાને લઈને પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
કચ્છ જિલ્લામાં એક ભયંકર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં ટ્રેનની અડફેટે આવી જવાને કારણે એક જ પરિવારના 3 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. જેથી પરિવારમાં હાલ શોકનો માહોલ ફેલાઈ ગયો છે. સાંભળીને તમારા રૂવાંડા ઉભા થઈ જશે કે પતિની સામે જ તેની પત્ની અને બાળકોના આ અકસ્માતમાં કરુણ મોત નિપજ્યાં છે.બનાવની જો વિગતવાર વાત કરીએ તો કચ્છના અંજાર તાલુકામાં આવેલ ભીમાસર પાસે આ અકસ્માતનો બનાવ બન્યો છે.
જેમાં રેલવે પાટા ક્રોસ કરતી વખતે ટ્રેનની નીચે પત્ની તેનો અઢી માસનો પુત્ર સાથે જ 9 માસનો પુત્ર એમ કુલ 3 લોકો આવી ગયા જેના કારણે તેમનું ઘટના સ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું. અકસ્માતને લઈને મૃતકોના પરિવારમાં પણ હાલ શોકનો માહોલ ફેલાઈ ગયો છે. કચ્છ એક્સપ્રેસ ટ્રેન નીચે પત્ની અને તેના 2 બાળકો આવી જતાં કુલ 3 લોકોના આ અકસ્માતમાં કરુણ મોત નિપજ્યાં છે. પતિની નજર સામે જ તેની પત્ની બાળકોના મોત થયા જેથી પતિની હાલત તે સમયે ન તો સહી શકે ન તો રહી શકે તેવી સ્થિતિ થઈ ગઈ હતી.
હાલ આ ઘટનાને લઈને પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.કચ્છના અંજાર તાલુકામાં આવેલ ભીમાસર ચકાસર નજીક આ બનાવ બન્યો છે. જેમાં પતિની આંખ સામે જ પત્ની તેનું 9 વર્ષનું અને અઢી માસનું બાળક ટ્રેન નીચે આવી ગયું. જેથી આ ઘટનાને લઈને હાલ ચકચાર મચી જવા પામી છે. બીજી તરફ પરિવારમાં હાલ આ ઘટનાને લઈને શોકનો માહોલ ફેલાઈ ગયો છે. બનાવને લઈને ગાંધીધામ રેલવે પોલીસ દ્વારા કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી છે.