ઘટના@કચ્છ: યુવતીએ સોશિયલ મીડિયા દ્વારા યુવકને ફસાવી કેન્સરનું બહાનું કરી 92 લાખ પડાવ્યાં

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક કચ્છમાં યુવતીએ યુવકને પ્રેમજાળમાં ફસાવી લગ્નની વાતો કરી 92 લાખ રૂપિયા પડાવી લીધા હોવાની ઘટના સામે આવતાં ચકચાર મચી ગઈ છે. આ અંગે ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં યુવતી સામે ઉચાપતની ફરિયાદ થતાં સમગ્ર ઘટના પ્રકાશમાં આવી છે. પ્રતિક ભાવનાનીએ ફરિયાદ કરી છે કે, આરોપી તૃપ્તિ અનીલ રાય, મધુ અનીલ
 
ઘટના@કચ્છ: યુવતીએ સોશિયલ મીડિયા દ્વારા યુવકને ફસાવી કેન્સરનું બહાનું કરી 92 લાખ પડાવ્યાં

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કચ્છમાં યુવતીએ યુવકને પ્રેમજાળમાં ફસાવી લગ્નની વાતો કરી 92 લાખ રૂપિયા પડાવી લીધા હોવાની ઘટના સામે આવતાં ચકચાર મચી ગઈ છે. આ અંગે ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં યુવતી સામે ઉચાપતની ફરિયાદ થતાં સમગ્ર ઘટના પ્રકાશમાં આવી છે. પ્રતિક ભાવનાનીએ ફરિયાદ કરી છે કે, આરોપી તૃપ્તિ અનીલ રાય, મધુ અનીલ રાય, પંકજ અગ્રવાલે મુખ્ય આરોપીનો સાથ આપીને સોશિયલ મીડિયાના માધ્યમથી લગ્નની વાતો કરી હતી. તેમજ યુવતીને કેન્સર હોવાનું જણાવીને તેની સારવાર માટે જરૂરિયાત હોવાનું કહ્યું હતું. તેમજ યુવકને ઈમોશનલ બ્લેકમેઈલ કરીને 92,38,036 જેટલી રકમ પડાવીને વિશ્વાસઘાત કર્યો હતો.

ઘટના@કચ્છ: યુવતીએ સોશિયલ મીડિયા દ્વારા યુવકને ફસાવી કેન્સરનું બહાનું કરી 92 લાખ પડાવ્યાં
દેશી ગાયનું ઘી બુક કરવા અહિં ક્લિક કરો

યુવકે પ્રેમિકા તૃપ્તિને ફોન કરીને રૂપિયા પરત માંગ્યા હતા. આ સમયે તૃપ્તિએ જણાવ્યું હતું કે, તેના પિતા તેને રૂપિયા પરત નહીં આપે તો તેમને જાનથી મારી નાંખશે. બીજી તરફ યુવકે તૃપ્તિના પિતાનું ફેસબૂક એકાઉન્ટ ચેક કરતાં તેમના જન્મ દિવસની પોસ્ટ હતી. આ પોસ્ટ જોઇને યુવકને શંકા ઉપજી હતી. આથી આ અંગે તૃપ્તિ સાથે વાત કરતાં તેણે વાત કરવાનું ટાળ્યું હતું. તેમજ રૂપિયા પણ પરત આપ્યા નહોતો. આ પછી તો ફરિયાદને તેમના તરફથી ધમકી પણ મળવા લાગી હોવાનું તેણે ફરિયાદમાં જણાવ્યું છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આરોપીએ ફરિયાદને ફોન પણ ધમકી આપી હતી અને કહ્યું હતું કે, ‘ઐસા ન હો, કી તેરે ચક્કર મેં મેરે ગુસ્સે કા શીકાર તેના પરીવાર ભી બન જાયેં,, ઓર રાતો રાત ઉઠ જાયે’. ફરિયાદમાં જણાવાયું છે કે, તેને યુવતીએ પ્રેમાળ વાતો કરીને ફસાવ્યો હતો અને ઇમોશનલ બ્લેકમેલ કરી પૈસા પડાવ્યા હતા. તેમજ આરોપીએ જયપુરનું આપેલું સરનામું પણ ખોટું હતું.