બનાવ@લાખણી: ઉત્તરાયણે પતંગ ચગાવવાની બાબતે ઇસમોએ 2 પરિવાર પર હુમલો કર્યો, 4 સામે ગુનો

અટલ સમાચાર ડોટ કોમ, લાખણી ઉત્તરાયણના દિવસે લાખણીમાં પતંગ ચગાવવાની બાબતે 2 ઇસમોએ 2 પરિવાર સાથે માથાકૂટ કરી હતી. આ સાથે જાનથી મારી નાંખવાના ઇરાદે કારની ટક્કર મારતાં બે મહિલાને પગના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઘટનાને લઇ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં પંતગ ચગાવવા દરમ્યાન સામેના ધાબા ઉપરના શખ્સો
 
બનાવ@લાખણી: ઉત્તરાયણે પતંગ ચગાવવાની બાબતે ઇસમોએ 2 પરિવાર પર હુમલો કર્યો, 4 સામે ગુનો

અટલ સમાચાર ડોટ કોમ, લાખણી

ઉત્તરાયણના દિવસે લાખણીમાં પતંગ ચગાવવાની બાબતે 2 ઇસમોએ 2 પરિવાર સાથે માથાકૂટ કરી હતી. આ સાથે જાનથી મારી નાંખવાના ઇરાદે કારની ટક્કર મારતાં બે મહિલાને પગના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઘટનાને લઇ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં પંતગ ચગાવવા દરમ્યાન સામેના ધાબા ઉપરના શખ્સો હોબાળો કરી ખરાબ વર્તન કરતા હોવાથી માથાકૂટ થઇ હોવાનું સામે આવ્યુ છે. ઘટનાને લઇ ફરીયાદીએ આગથળા પોલીસ મથકે ગુનો દાખલ કરાવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના લાખણીના શુભ કોમ્પલેક્ષ નજીક અમરીશભાઈ નટવરલાલ પટેલ તેમના પરિવાર તથા પડોશના સભ્યો સાથે ધાબા ઉપર ઉત્તરાયણના દિવસે પતંગ ચગાવી રહ્યા હતા. આ દરમ્યાન સામેના શાહ કોમ્પલેક્ષ ઉપર 4 જેટલા શખ્સો બુમ-બરાડા પાડી ખરાબ વર્તન કરી રહ્યા હોવાથી તેમને શાંતિથી પતંગ ચગાવવાનુ કહેતાં મામલો બિચક્યો હતો. જેમાં આરોપીઓએ એકદમ ઉશ્કેરાઇ જઇ ગાળો બોલી ધાબા ઉપર માર-પીટ કરવા આવી પહોંચ્યા હતા. જેમાં ચાર શખ્સો પૈકી જીતેન્દ્રસિંહે અમરીશભાઈ સાથે, ભરતભાઈએ તેમની પત્ની અને અમરતભાઈ રાજપુતે પાડોશી રામાભાઈ સોની સાથે મારપીટ કરવા લાગ્યો હતો. આ સાથે ઉદેસીંહ નામના શખ્સે ફરિયાદીની માતા સાથે મારપીટ કરી હતી.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, ઝઘડાં બાદ પાડોશીનોએ તમામને સમજાવીને ધાબા પરથી નીચે ઉતાર્યા હતા. આ તરફ નીચે આવ્યા બાદ પણ ચાર શખ્સો પરિવારના લોકોને ગાળો બોલી તેમની સાથે મારપીટ કરી હતી. આ દરમ્યાન ભરતભાઈ રાજપુતના નામના આરોપીએ જીતેન્દ્રસીંહ નામના આરોપીને કહેલ કે, આમની ઉપર ગાડી ફેરવી જાનથી મારી નાખો. જેથી જીતેન્દ્રસીંહે તેમની સ્વીફ્ટ કારથી પરિવારજનોને મારવાના ઈરાદે ટક્કર મારી હતી. ટોળા ઉપર કાર ચડી આવતાં ટોળુ વેરવીખેર થઈ ગયુ હતુ. જોકે ડીની ટક્કરમાં પાડોશના પુષ્પાબેન સોની તથા ફરિયાદીના માતા ચંદ્રીકાબેનને પગના ભાગે ગંભીર ઈજાઓ પહોચી હતી. આ સમગ્ર ઘટના સોસાયટીમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. ઘટનાને લઇ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જેથી આ મામલાની જાણ આગથળા પોલીસને કરાતા પોલીસે 4 શખ્સો વિરૂધ્ધ આઇપીસી 307, 452, 323, 114, 294બી, 506(2) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ રહ્યા આરોપીના નામ

  1. જીતેન્દ્રસીંહ બાબુસીંહ ચૌહાણ, રહે.જેતડા,તા.થરાદ, જી.બનાસકાંઠા
  2. ભરતભાઈ કરશનભાઈ રાજપુત, રહે.જેતડા, તા.થરાદ, જી.બનાસકાંઠા
  3. અમરતભાઈ કરમણભાઈ રાજપુત, રહે.લાખણી, તા.લાખણી, જી.બનાસકાઠાં
  4. ઉદયસીંહ મફતસીંહ વાઘેલા, રહે.લાખણી, તા.લાખણી, જી.બનાસકાઠાં