ઘટના@કડી: બે મહિલાઓએ ગળે ટૂંપો ખાઈને આત્મહત્યા કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર

 
ઘટના
આત્મહત્યા પાછળનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

મહેસાણા જિલ્લાના કડીના કરણ નગર રોડ પર બે અલગ-અલગ સોસાયટીમાં રહેતી બેમહિલાઓએ ગળે ટૂંપો ખાઈને આત્મહત્યા કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. એક જ વિસ્તારમાં થોડા કલાકોના અંતરે બનેલી આ ઘટનાઓને પગલે બંને પરિવારો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે અને સ્થાનિક લોકોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. કડી પોલીસે બંને મામલે ગુનો નોંધી. આત્મહત્યા પાછળનું ચોક્કસ કારણ જાણવા માટે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.

કડીના કરણનગર રોડ પર આવેલી હરસિદ્ધિ સોસાયટીમાં રહેતા જસ્મી પટેલે પોતાના ઘરના ઉપરના માળે પંખા સાથે દુપટ્ટો બાંધી આત્મહત્યા કરી લીધી હતી. પરિવારજનોને આ ઘટનાની જાણ થતાં તેઓએ તાત્કાલિક મહિલાને નીચે ઉતારી કુંડાળની સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જોકે, હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ તેનું મોત થઈ ચુક્યું હતું. હોસ્પિટલ દ્વારા પોલીસને જાણ કરાતા કડી પોલીસની ટીમ ઘટનાસ્થળે અને હોસ્પિટલ પહોંચી હતી. પોલીસે જસ્મી પટેલના મૃતદેહનું પોસ્ટમોર્ટમ માટે મોકલી કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.