ઘટના@મહેસાણા: બહુચરાજીમાં વિદ્યાર્થીઓથી ભરેલી સ્કૂલવાનમાં આગ ભભૂકી ઉઠતા મચી અફરાતફરી

 
આગ ની ઘટના

વાનની બેટરીમાં અચાનક સ્પાર્ક થતાં આગ ભભૂકી ઊઠી હતી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

બહુચરાજીમાં મોટી દુર્ઘટના સહેજમાં ટળી છે. બેટરીમાં સ્પાર્ક થતાં સ્કૂલવાનમાં આગ ભભૂકી ઊઠી હતી. જો કે, સમય સૂચકતા વાપરી બાળકોને નીચે ઉતારી લેવાયા હતા, આથી મોટી દુર્ઘટના ટળી હતી. વધુ આગ લાગે તે પહેલાં જ ફાયર સંસાધનથી આગને બુઝાવી લેવામાં આવી હતી. ઘટનાને પગલે વિદ્યાર્થીઓ અને ત્યાં હાજર લોકોમાં અફરાતફરી મચી જવા પામી હતી.

મહેસાણાના બહુચરાજીમાં સવારે એક સ્કૂલવાનમાં આગ લાગી હોવાની ઘટના બની હતી. વાનની બેટરીમાં અચાનક સ્પાર્ક થતાં આગ ભભૂકી ઊઠી હતી. સમય સૂચકતા વાપરી વાનમાં સવાર વિદ્યાર્થીને નીચે ઉતારી લેવાયામાં આવ્યા હતા. ઘટનાને પગલે સ્થાનિક લોકો પણ ભેગા થયા હતા અને આગને બૂઝાવવામાં મદદ કરી હતી. વાનમાં રહેલા ફાયરનાં સંસાધનથી આગ પર જલ્દી કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ કે ઇજા પહોંચી નહોતી. પરંતુ વિદ્યાર્થીઓની ભરેલી સ્કૂલવામાં અચાનક આગ લાગવાની ઘટનાથી વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જ્યારે, વિદ્યાર્થીઓમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો હતો. આ ઘટના બહુચરાજી માર્કેટમાં બની હતી, જ્યાં વેપારીઓએ આગ બુઝાવવામાં મદદ કરી હતી.