ઘટના@મહેસાણા: ચાઈનીઝ દોરીથી ગળુ કપાતા યુવકનું ઘટનાસ્થળે મોત નિપજયુ, પરિવારમાં આક્રંદ
પાદરામાં ચાઈનીઝ દોરીનું વેચાણ કરતા બે લોકો ઝડપાયા
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
મહેસાણામાં આંબલીયાસણ બ્રિજ પરથી યુવક પસાર થતો હતો તે દરમિયાન ચાઈનીઝ દોરી ગળામાંથી પસાર થઈ હતી અને તેનું મોત નિપજયું છે,આ ઘટનામાં તેની પત્ની પણ સાથે હતી પરંતુ પત્નીને કોઈ ઈજા પહોંચી નથી સાથે સાથે મહેશજી ઠાકોરનું મોત થતા પોલીસે પણ અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે. મહેસાણામાં ગળાના ભાગે ચાઈનીઝ દોરી વાગતા યુવકનું મોત નિપજયુ છે.
પતિ-પત્ની બ્રિજ પરથી પસાર થઈ રહ્યાં હતા તે દરમિયાન અચાનક દોરી ગળાના ભાગે વાગી હતી અને જેના કારણે પતીનું ઘટના સ્થળે જ મોત નિપજયું હતુ. પતિને સારવાર મળે તે પહેલા મોત થયું હોવાની વાત સામે આવી છે, હાલમાં પોલીસે પતિના મૃતદેહને પીએમ અર્થે મોકલી આપ્યો છે, અને પીએમ થયા બાદ મૃતદેહ પરિવારને સોંપવામાં આવશે ત્યારે આ ઘટનામાં પોલીસે વધુ તપાસ હાથધરી છે.
સુરત પોલીસે ઉત્તરાયણને લગતું એક જાહેરનામું જાહેર કર્યું છે. જેમાં આગામી 16 જાન્યુઆરી સુધીમાં સુરતમાં ચાઈનીઝ દોરી અને તુક્કલ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. એક વ્યક્તિના મોત પછી જાહેરનામું જાહેર કરાયું હોવાનું જાણવા મળ્યું છે. સાથે સાથે સુરતમાં એક યુવકનું ચાઈનીઝ દોરીથી મોત થયું છે. વડોદરાના પાદરામાં ચાઈનીઝ દોરીનું વેચાણ કરતા બે લોકો ઝડપાયા છે, પાદરામાં પતંગનો વેપાર કરતા વેપારીઓ પાસેથી આ દોરી ઝડપી પાડવામાં આવી છે, પોલીસે 5 લાખ ઉપરાંતને મુદામાલ ઝડપી પાડ્યો છે