ઘટના@માલપુર: શારીરિક સંબંધ બાંધવા સગીરાને ભગાડી ગયો યુવક, પકડાઇ જતાં તાલિબાની સજા

અટલ સમાચાર ડોટ કોમ, માલપુર માલપુર પંથકમાં સ્થાનિક સગીરાને એક ઇસમ શરીર સંબંધ બાંધવાના ઇરાદે ગત દિવસોએ ભગાડી ગયો હતો. જે બાદમાં સ્થાનિકોએ યુવકને ઝડપી પાડી તાલિબાની સજા આપી હોવાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. જેમાં કેટલાંક ઇસમોએ યુવકને પકડીને તેનું મુંડન કરી નાંખ્યુ હતુ. સમગ્ર ઘટનાને લઇ હજી સુધી કોઇ પોલીસ
 
ઘટના@માલપુર: શારીરિક સંબંધ બાંધવા સગીરાને ભગાડી ગયો યુવક, પકડાઇ જતાં તાલિબાની સજા

અટલ સમાચાર ડોટ કોમ, માલપુર

માલપુર પંથકમાં સ્થાનિક સગીરાને એક ઇસમ શરીર સંબંધ બાંધવાના ઇરાદે ગત દિવસોએ ભગાડી ગયો હતો. જે બાદમાં સ્થાનિકોએ યુવકને ઝડપી પાડી તાલિબાની સજા આપી હોવાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. જેમાં કેટલાંક ઇસમોએ યુવકને પકડીને તેનું મુંડન કરી નાંખ્યુ હતુ. સમગ્ર ઘટનાને લઇ હજી સુધી કોઇ પોલીસ ફરીયાદ નોંધાઇ ન હોવાનું સામે આવ્યુ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અરવલ્લી જીલ્લાના માલપુર પંથકમાં સગીરા સાથે શારીરિક સંબંધ બાંધવા યુવક તેને ભગાડી ગયો હતો. જે બાદમાં પરિવાર અને ગ્રામજનોએ શોધખોળ હાથ ધરતાં ડુંગર વિસ્તારમાંથી બંને મળી આવ્યા હતા. જે બાદમાં યુવકને માલપુરના મેવાડા ગામના અમુક લોકોએ પકડીને તાલિબાની સજા આપી હોવાનું સામે આવ્યુ છે. યુવક સગીરા સાથે શારીરિક સંબંધ બાંધવાના ઇરાદે લઈ ગયો હોવાના આક્ષેપનો વીડિઓમાં ઉલ્લેખ છે. પકડાયેલા યુવાનને સગીરાના પરિવારે ભાન કરાવી યુવકનું મુંડન કરી લેખિતમાં સહી કરાવાઈ હતી.

દેશી ગાયનું ઘી બુક કરવા અહિં ક્લિક કરો