ઘટના@મહેસાણા: 19 વર્ષીય વિધાર્થિનીનો આપઘાત, વિદ્યાર્થીઓએ સંચાલકો સામે ગંભીર આક્ષેપો લગાવી હંગામો મચાવ્યો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
વિસનગર રોડ પર આવેલ મર્ચન્ટ એજ્યુકેશન કેમ્પસમાં હોમિયોપથીનો અભ્યાસ કરતી 19 વર્ષીય વિદ્યાર્થિનીએ હોસ્ટેલના રૂમમાં આપઘાત કરી અગમ્ય કારણોસર જીવન ટૂંકાવી લેતા ભારે ચકચાર મચી જવા પામી હતી. તો બનાવને પગલે કોલેજના વિદ્યાર્થીઓએ સંચાલકો સામે ગંભીર આક્ષેપો લગાવી હંગામો મચાવ્યો હતો. જોકે બનાવ સ્થળ પર દોડી આવેલ મહેસાણા તાલુકા પોલીસે વિદ્યાર્થીઓને યોગ્ય તપાસ કાર્યવાહીની ખાતરી આપી પ્રાથમિક તપાસ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.
મહેસાણા વિસનગર રોડ પર આવેલ મર્ચન્ટ એજ્યુકેશન કેમ્પસમાં હોમિયોપથીનો અભ્યાસ કરતી 19 વર્ષીય વિદ્યાર્થિનીએ હોસ્ટેલના રૂમમાં આપઘાત કરી અગમ્ય કારણોસર જીવન ટૂંકાવી લેતા ભારે ચકચાર મચી જવા પામી હતી. તો બનાવને પગલે કોલેજના વિદ્યાર્થીઓએ સંચાલકો સામે ગંભીર આક્ષેપો લગાવી હંગામો મચાવ્યો હતો. જોકે બનાવ સ્થળ પર દોડી આવેલ મહેસાણા તાલુકા પોલીસે વિદ્યાર્થીઓને યોગ્ય તપાસ કાર્યવાહીની ખાતરી આપી પ્રાથમિક તપાસ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.
મહેસાણા તાલુકા પોલીસ મથકના ઇન્ચાર્જ PI નિલેશ ઘેટિયા દ્વારા બનાવ અંગે જણાવવામાં આવ્યું હતું કે, મર્ચન્ટ કોલેજમાં વિદ્યાર્થિનીનો આપઘાત સામે આવતા પોલીસ સ્થળ પર પહોંચી હતી. જ્યાં વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો હોઈ તેમને શાંત કરાવવામાં આવ્યા હતા. જ્યારે મૃતકના પરિવારજનોને બનાવની જાણ કરી મૃતદેહનું પીએમ કરવા અને ઘટના સ્થળેથી પુરાવા એકત્રિત કરી બનાવ અંગે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે. તપાસ બાદ જ સમગ્ર ઘટના સ્પષ્ટ થઈ શકશે. વિદ્યાર્થીનીના આપઘાત પ્રકરણમાં કોલેજના વિદ્યાર્થીઓએ કોલેજના ફેકલ્ટી ઇન્ચાર્જ, પ્રિન્સિપાલ સહિત પ્રશાસન પર વિદ્યાર્થીઓને ટોર્ચરિંગ કરાતું હોવાના ગંભીર આક્ષેપો લગાવ્યા હતા.