આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા

કોરોના કહેર વચ્ચે મહેસાણા તાલુકાના ગામે જીવદયાપ્રેમીઓએ 12 પાડાઓને કતલખાને લઇ જતાં બચાવ્યા છે. ગઇકાલે બપોરના સમયે જીવદયાપ્રેમીઓની ટીમ હાઇવે પર વોચમાં હતી તે દરમ્યાન એક આઇસર આવતાં તેને રોકી તલાશી લીધી હતી. જે બાદમાં તપાસ કરતાં અંદર 12 પાડાઓને ખીચોખીચ હાલતમાં બાંધેલા હોઇ અને તેમની માટે પાણી કે ઘાસચારાની વ્યવસ્થા ન કરાઇ હોવાનું ખુલ્યુ હતુ. જેથી તાત્કાલિક પોલીસ કંટ્રોલરૂમમાં જાણ કર્યા બાદ પોલીસે આવી કાર્યવાહી કરી હતી. જેમાં પાડાઓને પાંજરાપોળમાં મુકી આઇસર સહિત 9,00,000નો મુદ્દામાલ જપ્ત કરી કુલ ત્રણ ઇસમો વિરૂધ્ધ ગુનો દાખલ કરાયો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા તાલુકાના ફતેપુરા સર્કલ પાસેથી આઇસરમાંથી 12 પાડાને ખીચોખીચ હાલતમાં કતલખાને લઇ જવાતાં બચાવાયા છે. વિગતો મુજબ ડીસાના જીવદયાપ્રેમી હીમાલયકુમાર માલોસણીયા(વણકર) અને તેમની ટીમ મહેસાણા હાઇવે પર વોચમાં હતી. આ દરમ્યાન નાનીદાઉ પાટીયાથી આગળ ફતેપુરા સર્કલ પાસે આવતાં એક આઇસરને રોકાવ્યું હતુ. જ્યાં ચાલકને પુછતાં ગાડીમાં પાડા ભર્યા હોવાનું જણાવ્યું હતુ. જેથી તાત્કાલિક આઇસરના પાછળના ભાગે તપાસ કરતાં 12 નંગ પાડા જીવીત ખીચોખીચ હાલતમાં ભર્યા હોવાનું ખુલ્યુ હતુ.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, પાડા વિશે વધુ વિગતો પુછતાં ઇસમોએ ડીસાથી ભરીને નંદાસણ ઉતારાવાના હોવાનું કહ્યુ હતુ. જેથી આ પાડાઓને કતલખાને લઇ જવાતા હોવાનુ પ્રાથમિક તબક્કે લાગતાં જીવદયાપ્રેમીઓએ તાત્કાલિક પોલીસને જાણ કરતાં તાલુકા પોલીસની ટીમ આવી પહોંચી હતી. જ્યાં પાડા નંગ-12 કિ.રૂ.36,000ને પાંજરાપોળ ખાતે ઉતારાયા હતા. આ સાથે આબીદઅલી સૈયદ અને હૈદરઅલી સૈયદને ઝડપી પાડ્યા હતા. આ તરફ ટ્રકની કિ.રૂ.9,00,000નો મુદ્દામાલ જપ્ત કરી કુલ 3 ઇસમ સામે પોલીસ ફરીયાદ નોંધાઇ છે. મહેસાણા તાલુકા પોલીસે ત્રણ ઇસમ વિરૂધ્ધ આઇપીસી 114, પશુઓ પ્રત્યે કૃરતા પ્રતિબંધ અધિનિયમની કલમ 11(1)(d), 11(1)(a), 11(1)(e), 11(1)(h), 11(1)(j) સેન્ટ્રલ મોટર વ્હિકલ ઇલેવન્થ એમેડમેન્ટ અધિનિયમની કલમ 125(e) અને પશુ સંરક્ષણ અધિનિયમની કલમ 11(E)(L) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code