ઘટના@મહેસાણા: કચરાના ઢગમાંથી તાજુ જન્મેલું બાળક બિનવારસી હાલતમાં મળ્યું

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા કોરોનાકાળ વચ્ચે મહેસાણા તાલુકાના ગામે કચરાના ઢગમાંથી તાજુ જન્મેલું બાળક ત્યજેલી હાલતમાં મળી આવતાં હડકંપ મચી ગયો છે. આજે વહેલી સવારે સ્થાનિક વ્યક્તિને પોતાના વાડામાં કામ કરતાં દરમ્યાન બાળકના રડવાનો અવાજ આવતાં તપાસ કરી હતી. જ્યાં વાડા નજીકના કચરાના ઢગમાંથી તાજુ જન્મેલું બાળક ત્યજી દીધેલી હાલતમાં મળી આવ્યુ હતુ. જેને
 
ઘટના@મહેસાણા: કચરાના ઢગમાંથી તાજુ જન્મેલું બાળક બિનવારસી હાલતમાં મળ્યું

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા

કોરોનાકાળ વચ્ચે મહેસાણા તાલુકાના ગામે કચરાના ઢગમાંથી તાજુ જન્મેલું બાળક ત્યજેલી હાલતમાં મળી આવતાં હડકંપ મચી ગયો છે. આજે વહેલી સવારે સ્થાનિક વ્યક્તિને પોતાના વાડામાં કામ કરતાં દરમ્યાન બાળકના રડવાનો અવાજ આવતાં તપાસ કરી હતી. જ્યાં વાડા નજીકના કચરાના ઢગમાંથી તાજુ જન્મેલું બાળક ત્યજી દીધેલી હાલતમાં મળી આવ્યુ હતુ. જેને લઇ તેમને તાત્કાલિક 108ને જાણ કરી બાળકને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડ્યુ હતુ. ઘટનાને લઇ સ્થાનિક ખેડૂતે બાળકના માતાપિતા અથવા તેની સંભાળ રાખતા સામે પોલીસ ફરીયાદ નોંધાવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ઘટના@મહેસાણા: કચરાના ઢગમાંથી તાજુ જન્મેલું બાળક બિનવારસી હાલતમાં મળ્યું

મહેસાણા તાલુકાના મગુના(લાલજીપુરા) ગામેથી ત્યજી દીધેલ હાલતમાં નવજાત બાળક મળી આવ્યુ છે. આજે વહેલી સવારે ગામના વિજયકુમાર લાલજીભાઇ પટેલ પોતાના મવડીયા પરામાં આવેલ વાડામાં કામ કરી રહ્યાં હતા. આ દરમ્યાન તેમના વાડા નજીકના ઉકરડાંમાંથી નાના બાળકના રડવાનો અવાજ આવતો હોઇ તપાસ કરી હતી. જ્યાં તાજુ જન્મેલ પુરૂષ બાળક બિનવારસી અને અસુરક્ષિત હાલતમાં પડેલુ જોઇ ચોંકી ઉઠ્યા હતા.

ઘટના@મહેસાણા: કચરાના ઢગમાંથી તાજુ જન્મેલું બાળક બિનવારસી હાલતમાં મળ્યું

સૂત્રોએ જણાવ્યું હતુ કે, મગુના(લાલજીપુરા) ગામેથી નવજાત બાળક મળતાં સ્થાનિકોના ટોળાં એકઠાં થઇ ગયા હતા. આ તરફ સ્થાનિક ખેડૂતે તાત્કાલિક 108ને ફોન કરતાં બાળકને સારવાર અર્થે ખસેડવામાં આવ્યુ છે. હાલ બાળકને મહેસાણા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યુ હોઇ તેને દાખલ કરવામાં આવ્યુ છે. ઘટનાને લઇ સ્થાનિક વ્યક્તિએ અજાણ્યાં આરોપી સામે સાંથલ પોલીસ મથકે ગુનો દાખલ કરાવ્યો છે. પોલીસે આરોપીઓ સામે આઇપીસી કલમ 317 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.