ઘટના@મહેસાણાઃ નજીવી બાબતમાં ઇસમો તલવાર-લાકડી વડે તુટી પડ્યાં, 4 સામે ગુનો દાખલ

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા મહેસાણા તાલુકાના ગામે ગઇકાલ રાત્રે નજીવી બાબતે મારામારીની ઘટના સામે આવી છે. પ્રાથમિક વિગતો મુજબ ગામના યુવકને આમારા ઘર આગળથી કેમ નીકળે છે ? તેવું કહી ચાર ઇસમોએ 4 લોકોને મારમાર્યો હતો. જેમાં ઇસમો ગઇકાલ રાત્રે ધોકો, લાકડી અને તલવાર જેવા હથીયારો સાથે આવી ગાળાગાળી કરી ગડદાપાટુનો મારમાર્યો હતો. તેમાં
 
ઘટના@મહેસાણાઃ નજીવી બાબતમાં ઇસમો તલવાર-લાકડી વડે તુટી પડ્યાં, 4 સામે ગુનો દાખલ

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા

મહેસાણા તાલુકાના ગામે ગઇકાલ રાત્રે નજીવી બાબતે મારામારીની ઘટના સામે આવી છે. પ્રાથમિક વિગતો મુજબ ગામના યુવકને આમારા ઘર આગળથી કેમ નીકળે છે ? તેવું કહી ચાર ઇસમોએ 4 લોકોને મારમાર્યો હતો. જેમાં ઇસમો ગઇકાલ રાત્રે ધોકો, લાકડી અને તલવાર જેવા હથીયારો સાથે આવી ગાળાગાળી કરી ગડદાપાટુનો મારમાર્યો હતો. તેમાં એક મહિલાને ગંભીર ઇજા થઇ તો 3 લોકોને સામાન્ય ઇજા થતા તમામને સારવાર અર્થે ખસેડાયા છે.સમગ્ર મામલે યુવતિએ ચાર ઇસમ સામે પોલીસ ફરીયાદ નોંધાવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા તાલુકાના નુગર ગામમાં ચાર વ્યક્તિ પર હુમલાની ઘટના સામે આવી છે. નુગર ગામના ટુબાવાસમાં રહેતા મનીષાબેન હારજીજી ઠાકોરએ ચાર વ્યક્તિ સામે નામજોગ પોલીસ ફરીયાદ નોંધાવી છે. વિગતો મુજબ ગઇકાલે રાત્રે સાડા નવેક વાગ્યાના સુમારે ફરીયાદીના ઘર આગળ તેમના ગામના ઠાકોર બળવંતજી અમરતજી તથા ઠાકોરે અર્જુનજી અમરતજીના હાથમાં લાકડી અને ઠાકોર કિરણજી કડવાજીના હાથમાં તલવાર તથા પ્રવિણજી ઉર્ફે ટીકો ઇશ્વરજી ઠાકોરના હાથમાં ધોકો લઇ આવી પહોંચ્યાં હતા. જ્યાં આ ચારેય જણાએ ઘર આગળ ફરીયાદીના કાકાના દિકરા જયેશને મનફાવે તેમ ગાળો બોલી અને અમારા ઘર આગળ થઇને નીકળીશ તો જાનથી મારી નાખીશું જેથી ફરીયાદી તેમની પાસે જતા ઠાકોર કિરણજીએ તેમને તલવાર તેમની તરફ ફેંકતા માંથાના ભાગે વાગી હતી.

ઘટના@મહેસાણાઃ નજીવી બાબતમાં ઇસમો તલવાર-લાકડી વડે તુટી પડ્યાં, 4 સામે ગુનો દાખલ

સૂત્રોએ જણાવ્યું હતુ કે, ફરીયાદીએ બુમાબુમ કરતાં તેમના મામા ઠાકોર વાઘાજી તથા કાકાનો દિકરો જયેશ અને તેમની બેન અરૂણા તેમની વચ્ચે પડતા તેઓને પણ લાકડી વડે મારમારવા લાગ્યા હતા. આ દરમ્યાન ગામ લોકો આવી જતા વધુ માર માંથી છોડાવ્યા હતા અને 108 એમ્બુલન્સ મારફતે મહેસાણા સીવીલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા. સમગ્ર મામલે યુવતિએ ચાર ઇસમ સામે મહેસાણા તાલુકા પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે. પોલીસે ચારેય સામે આઇપીસી 326, 323, 504, 114, 506(2) અને જીપીએ કલમ 135 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.