ઘટના: પત્નિની હત્યા કરી નાસતો ફરતો આરોપી મહેસાણા પોલીસે ઝડપ્યો

અટલ સમાચાર, મહેસાણા મહેસાણા પોલીસે પેટ્રોલિંગ દરમ્યાન એક શંકાસ્પદ વ્યક્તિની અટકાયત કરતા મોટો ખુલાસો થયો છે. યુવકના ચહેરા પર નખના નિશાન જોઇ પોલીસે તેને અટકાવ્યો હતો. જોકે સઘન પુછપરછ બાદ તે પોતાની પત્નિની હત્યા કરી ફરાર થયો હોવાનુ જણાવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. મહેસાણા પોલીસે આરોપીની અટકાયત કરી પુસદ(મહારાષ્ટ્ર) પોલીસનો સંપર્ક કરી તેને સોંપવાની
 
ઘટના: પત્નિની હત્યા કરી નાસતો ફરતો આરોપી મહેસાણા પોલીસે ઝડપ્યો

અટલ સમાચાર, મહેસાણા

મહેસાણા પોલીસે પેટ્રોલિંગ દરમ્યાન એક શંકાસ્પદ વ્યક્તિની અટકાયત કરતા મોટો ખુલાસો થયો છે. યુવકના ચહેરા પર નખના નિશાન જોઇ પોલીસે તેને અટકાવ્યો હતો. જોકે સઘન પુછપરછ બાદ તે પોતાની પત્નિની હત્યા કરી ફરાર થયો હોવાનુ જણાવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. મહેસાણા પોલીસે આરોપીની અટકાયત કરી પુસદ(મહારાષ્ટ્ર) પોલીસનો સંપર્ક કરી તેને સોંપવાની કાર્યવાહી હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો 

મહેસાણા ખાતે બી ડીવીઝન પોલીસ શહેરમાં પેટ્રોલિંગમાં હતી. આ દરમ્યાન અંસારખાન નામના યુવકને ચહેરા પર નખના નિશાન જોઇ પોલીસે અટકાવ્યો હતો. શરૂઆતમાં ગલ્લા-તલ્લા કરતા યુવકની સઘન પુછપરછ કરતા તેને પોતાની પત્નિની હત્યા કરી હોવાનું ખુલ્યુ હતુ. મહારાષ્ટ્રના પુસદ શહેરમાં ગર્ભવતી પત્નિની હત્યા કરી તે ભાગતો ફરતો હતો. જોકે પોલીસે તેની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, મહારાષ્ટ્રના પુસદ શહેરમાં પોતાની પત્નિના આડાસંબંધની શંકાને આધારે હત્યા કરી શખ્સ મહેસાણા આવી ગયો હતો. પરંતુ હત્યા કર્યા દરમ્યાન તેના ચહેરા પર નખના નિશાન રહી ગયા હતા. જેથી પોલીસે પેટ્રોલિંગ દરમ્યાન અંસારખાનની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી હતી. જેમાં તેને હત્યા કરી હોવાનું ખુલ્યુ હતુ. જેથી મહેસાણા પોલીસે પુસદ(મહારાષ્ટ્ર) પોલીસનો સંપર્ક કરી તેને સોંપવાની કાર્યવાહી હાથ ધરી છે.