આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

 

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા

મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોંકાવનારો ઘટનાક્રમ સામે આવ્યો છે. સગી બહેને અન્ય સમાજના યુવક સાથે પ્રેમલગ્ન કરતાં ભાઇ વિફર્યો હતો. કુટુંબથી વિરુદ્ધ જઈને યુવકને પરણી જતાં પરિજનો નારાજ રહ્યા છે. આ દરમ્યાન અચાનક આ પ્રેમી કમ પરિણિત જોડાને ઘેરથી જ ઉઠાવી અપહરણ કરી લીધાની ઘટના બની હતી. યુવતિનો ભાઇ અપહરણ કરી ગયો હોવાનું કહી યુવકના ભાઇએ ઊઝા તાલુકાના રહીશ પટેલ જય વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ તરફ પોલીસે અપહરણમાથી પ્રેમી કમ પરિણિત યુગલને છોડાવવા મથામણ કરી હતી. જેમાં પોલીસે નાકાબંધી કરી અપહરણ કરનાર ઈસમોને ઝડપી લેતાં આરોપી બીજા જ હોવાનું પકડાયું છે. 6 માંથી 4 આરોપી પૈકી એકપણ યુવતિનો ભાઇ ન હોવાનું સામે આવતાં ચોંકાવનારૂ બન્યું છે.

મહેસાણા જિલ્લાના ઊઝા તાલુકાના ટુડાવ ગામના યુવક પારસ નાયીએ અમુઢ ગામની યુવતિ સાથે પ્રેમલગ્ન કર્યા હતા. આ પછી યુવક અને તેની પત્ની મહેસાણા શહેરના રાધનપુર રોડ પર સગાંને ત્યાં રહેતા હતા. આ દરમિયાન ગત દિવસે અચાનક આ પ્રેમી કમ પરિણિત જોડાને ખાનગી કારમાં કેટલાક માણસો અપહરણ કરી ગયા હતા. જેથી યુવકના ભાઇ પિનાકીન નાયીએ યુવતિના ભાઇ જય પટેલ સહિતના વિરુદ્ધ અપહરણની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદને પગલે મહેસાણા તાલુકા પોલીસે તાત્કાલિક અસરથી પ્રેમીજોડાને છોડાવી અપહરણકર્તાઓને પકડવા નાકાબંધી ગોઠવી હતી. જેમાં ખેરાલુ નજીકથી એક ઈકો ગાડીમાંથી આ દંપતિ અને બે આરોપી ઈસમો ઝડપાઇ ગયા હતા. આ પછી પોલીસે ફિલ્મી ઢબે વધુ એક ઈકો કાર પકડી લેતાં 4 આરોપી પકડાયા હતા. આ તમામ આરોપી પૈકી એકપણ ઈસમ યુવતિનો ભાઇ કે તેના પરિવારનો કોઈ સભ્ય પણ ન હોવાનું સામે આવ્યું છે. જોકે પોલીસે પકડેલા 6 સિવાય હજુ 2 આરોપી ફરાર હોઇ તપાસ તેજ કરવામાં આવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સૂત્રોએ જણાવ્યું હતું કે, યુવતિએ પરિવારથી વિરુદ્ધ જઈ પ્રેમલગ્ન કરી લેતાં તેનો ભાઈ વિફર્યો હતો. જેથી યુવતિના ભાઇ સહિતનાએ ભેગા મળી પ્લાન બનાવી સૌપ્રથમ છૂટાછેડાના કાગળો ઉપર સહી કરાવવા દબાણ કર્યુ હતું. જોકે પ્રેમી દંપતિ સહમત નહિ થતાં પકડાઈ ગયેલ આરોપીઓએ 5 લાખની ખંડણી માંગી હતી. આ ખંડણીના ફોન દ્વારા પોલીસે એક કિશોર સહિત કુલ 6 આરોપીને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જોકે અપહરણની ફરિયાદ મુજબ યુવતિનો ભાઇ પકડાઇ ગયેલા આરોપીમા નથી ત્યારે સમગ્ર ઘટનાક્રમ હજુ પણ રસપ્રદ અને ચોંકાવનારો બનતો જાય છે.

આરોપીનું નામ તથા સરનામા

( ૧ ) રણજીતજી સાલુજી ઠાકોર ઉવ .૨૬ રહે.ગામ ડેર ખડચીપાટી તા.જી. પાટણ
( ૨ ) નીકુલજી રમેશજી ઠાકોર ઉવ .૨૫ રહે.ગામ ડેર ખડચીપાટી તા.જી.પાટણ
( 3 ) જશવંતજી શાંન્તજી ઠાકોર ઉવ .૨૫ રહે.ગામ ડેર સેમણીપાટી તા.જી.પાટણ
( ૪ ) સિધ્ધરાજજી સરતાનજી ઠાકોર ઉવ .૨૨ રહે.ગામ ડેર વચલી પાટી તા.જી. પાટણ
( ૫ ) કરણજી અરવિંદજી રાજપુત ઉવ .૨૦ રહે.ગામ ડેર તા.જી.પાટણ

( ૬ ) કાયદાના સંધર્ષમાં આવેલ બાળકિશોર

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code