ઘટના@મહેસાણા: ઝડપી પાસપોર્ટની લ્હાયમાં ખોટું સર્ટી આપ્યું, પાસપોર્ટ મળ્યાને અંતે ફરિયાદ

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા વિજાપુર તાલુકાના ગામે પાસપોર્ટ માટે જન્મનું ખોટું પ્રમાણપત્ર રજૂ કરવાના ઘટનાક્રમને અંતે ફરિયાદ દાખલ થઈ છે. પુત્રીના પાસપોર્ટની વિગતોમાં તેના પિતાએ રજૂ કરેલ જન્મનું પ્રમાણપત્ર શંકાસ્પદ બન્યું હતું. આ પછી તપાસ થતાં પાસપોર્ટ અરજદારે પ્રમાણપત્ર બદલવા અરજી કરી હતી. જોકે પાસપોર્ટ ઓફિસર અને મહેસાણા પોલીસની તપાસને અંતે ચોંકાવનારી કાર્યવાહી સામે
 
ઘટના@મહેસાણા: ઝડપી પાસપોર્ટની લ્હાયમાં ખોટું સર્ટી આપ્યું, પાસપોર્ટ મળ્યાને અંતે ફરિયાદ

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા

વિજાપુર તાલુકાના ગામે પાસપોર્ટ માટે જન્મનું ખોટું પ્રમાણપત્ર રજૂ કરવાના ઘટનાક્રમને અંતે ફરિયાદ દાખલ થઈ છે. પુત્રીના પાસપોર્ટની વિગતોમાં તેના પિતાએ રજૂ કરેલ જન્મનું પ્રમાણપત્ર શંકાસ્પદ બન્યું હતું. આ પછી તપાસ થતાં પાસપોર્ટ અરજદારે પ્રમાણપત્ર બદલવા અરજી કરી હતી. જોકે પાસપોર્ટ ઓફિસર અને મહેસાણા પોલીસની તપાસને અંતે ચોંકાવનારી કાર્યવાહી સામે આવી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે, ઝડપથી પાસપોર્ટની લ્હાયમાં એજન્ટ અને યુવતિના પિતાએ જન્મનું ખોટું પ્રમાણપત્ર જે તે વખતે રજૂ કર્યુ હતુ. મહેસાણા SOG દ્રારા તપાસને અંતે એક પ્રમાણપત્ર ખોટું હોવાનો ઘટસ્ફોટ થતાં યુવતિના પિતા અને પાસપોર્ટ એજન્ટ સામે પોલીસ ફરીયાદ નોંધાઇ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા જીલ્લાના વિજાપુર તાલુકાના ગામની યુવતિ માટે પાસપોર્ટ અગાઉ અરજી થઈ હતી. જેમાં રજૂ થયેલા જન્મના પ્રમાણપત્ર આધારે અગાઉ પાસપોર્ટ ઈશ્યુ થયેલ હોવાનું પાસપોર્ટ કચેરીને ધ્યાને આવ્યું હતુ. જન્મનું પ્રમાણપત્ર શંકાસ્પદ જણાતાં તપાસ થઈ હતી. આથી પટેલ હિનાબેન હિમાંશુ કુમાર (રહે.હિરપુરા,તા.વિજાપુર)ના પાસપોર્ટમાં તા.27/01/2011માં જન્મનું સ્થળ ભાદરવા બરોડાથી બદલીને ફ્લુ ગામ, મહેસાણા જિલ્લા કરી આપવા નવીન અરજી કરાઇ હતી. જેથી પાસપોર્ટ ઓફિબરે જન્મનાં પ્રમાણપત્રની ખરાઇ મામલે મહેસાણા SPને તપાસ કરવા પત્ર લખ્યો હતો. જે આધારે એસપીએ SOGને તપાસ આપતાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો હતો.

ઘટના@મહેસાણા: ઝડપી પાસપોર્ટની લ્હાયમાં ખોટું સર્ટી આપ્યું, પાસપોર્ટ મળ્યાને અંતે ફરિયાદ
ફાઇલ તસવીર

સૂત્રોએ જણાવ્યું હતુ કે, પટેલ હિનાબેન હિમાંશુકુમારે પાસપોર્ટ માટે રજૂ કરેલ જન્મનું પ્રમાણપત્ર ભાદરવા ગ્રામ પંચાયત તા.સાવલી જી.વડોદરા જિલ્લાનું હતું તે ખોટું હોવાનું પકડાઇ ગયું છે. જ્યારે ફલુ (પહાડીયા) ગ્રામ પંચાયત તા.વિજાપુર જી.મહેસાણાનુ પ્રમાણપત્ર સાચું હોવાનું ધ્યાને આવ્યું હતુ. જેમાં મહેસાણા SOG PI એ.એમ.વાળાના માર્ગદર્શન હેઠળ ASI ચેતનકુમારે ફલુ (પહાડીયા) ગ્રામ પંચાયતની કચેરીએ તપાસ કરાવતાં પટેલ હિનાબેન દશરથભાઇ સાંકાભાઇની જન્મ તારીખ 26/06/1995નું જન્મનું પ્રમાણપત્ર સાચુ હોવાનું તલાટી કમ મંત્રીએ લેખીતમાં આપેલ છે. જોકે ભાદરવા જઇ તપાસ કરતાં આ જન્મના પ્રમાણપત્રને લઇ ગ્રામ પંચાયતમાં કોઇ જ નોંધ થયેલ નથી તેવુ લેખીતમાં પ્રમાણપત્ર તલાટી કમ મંત્રીએ આપ્યુ હતુ.

ઘટના@મહેસાણા: ઝડપી પાસપોર્ટની લ્હાયમાં ખોટું સર્ટી આપ્યું, પાસપોર્ટ મળ્યાને અંતે ફરિયાદ
File Photo

સમગ્ર ઘટનામાં પટેલ હિનાબેન હિમાશુંકુમારે બનાવટી જન્મ સર્ટીફીકેટ આધારે પાસપોર્ટ તા.23/01/2011મા મેળવ્યો હતો. તે વખતે પટેલ હિનાબેનની ઉંમર અંદાજે 16 વર્ષની હોવાથી દાખલો તેમના પિતા પટેલ દશરથભાઇ સોકાભાઇ રહે.રામકબીરવાસ ફલું (પહાડીયા) તા.વિજાપુરવાળાએ બનાવટી જન્મનો દાખલો ડીપીસીસી મહેસાણા સમક્ષ રજુ કર્યો હોવાનું ખુલ્યુ હતુ. જેથી યુવતિના પિતા અને પાસપોર્ટ એજન્ટે ખોટું પ્રમાણપત્ર રજૂ કરી પાસપોર્ટ મેળવ્યો હોવાનું સામે આવ્યુ હતુ. સમગ્ર મામલે SOG PIએ પટેલ દશરથભાઇ સોકાભાઇ, ભાદરવા ગામ પંચાયતની બનાવટ જન્મનો દાખલો બનાવનાર તથા પાસપોર્ટ બનાવવા સારૂ દસ્તાવેજ એકઠા કરનાર પાસપોર્ટ એજન્ટ સલીમ.આર.ખત્રી સામે ફરીયાદ નોંધાવી છે. જેને લઇ પોલીસે બંને સામે આઇપીસી કલમ 465, 468, 471, 198, 114 મુજબ તથા ઇન્ડીયા પાસપોર્ટ એકટ 1967 ની કલમ 12(1)(B) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.