ઘટના@મોડાસા: ગાય વચ્ચે આવતા પોલીસવાન ઝાડ સાથે અથડાઇ, 2 ને ઇજા

અટલ સમાચાર,મોડાસા કોરોના મહામારી વચ્ચે મોડાસામાં પોલીસની પીસીઆર વાનને અકસ્માત નડ્યો છે. પેટ્રોલિંગ કરી રહેલી પોલીસની પીસીઆર વાનના ચાલકે ગાયને બચાવવા જતા સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. આજે વહેલી સવારે સર્જાયેલા અકસ્માતમાં એક પોલીસકર્મી સહિત હોમગાર્ડને શરીરે સામાન્ય ઇજાઓ પહોંચતા તાત્કાલિક તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા
 
ઘટના@મોડાસા: ગાય વચ્ચે આવતા પોલીસવાન ઝાડ સાથે અથડાઇ, 2 ને ઇજા

અટલ સમાચાર,મોડાસા

કોરોના મહામારી વચ્ચે મોડાસામાં પોલીસની પીસીઆર વાનને અકસ્માત નડ્યો છે. પેટ્રોલિંગ કરી રહેલી પોલીસની પીસીઆર વાનના ચાલકે ગાયને બચાવવા જતા સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. આજે વહેલી સવારે સર્જાયેલા અકસ્માતમાં એક પોલીસકર્મી સહિત હોમગાર્ડને શરીરે સામાન્ય ઇજાઓ પહોંચતા તાત્કાલિક તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અરવલ્લી જીલ્લાના મોડાસામાં આજે સવારે પોલીસની ગાડી અકસ્માતનો ભોગ બની હતી. મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનની પેટ્રોલિંગ કરી રહેલી પીસીઆર વાન હજીરા વિસ્તારમાંથી પસાર થતા રોડ પર ગાય ડિવાઈડર કૂદી વાન સામે આવી હતી. જેથે લઇ પીસીઆરના વાન ચાલકે ગાયને બચાવવા જતાં સ્ટિયરિંગ પરથી કાબુ ઘુમાવતા પીસીઆરવાન રોડની બાજુમાં આવેલા ઝાડ સાથે ધડાકાભેર અથડાઇ હતી.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, ગાય અચાનક પીસીઆર વાન આગળ આવી જતા પોલીસકર્મી ડ્રાઇવર મેહુલભાઇએ ગાયને બચાવવા જતા સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. જોકે પીસીઆર વાન રોડની બાજુમાં રહેલા ઝાડ સાથે ભટકતા પીસીઆર વાનની ખાલી સાઈડનો કડૂચાલો વળી ગયો હતો. પીસીઆર વાનમાં ફરજ બજાવતા અમિતકુમાર અને હોમગાર્ડ ધીરજભાઇને શરીરે ઈજાઓ પહોંચતા સારવાર અર્થે દવાખાને ખસેડાયા હતા.