ઘટના@મોડાસા: અગાઉના ઝઘડાની અદાવતમાં મારામારી, સામસામે ફરીયાદમાં 8 આરોપી

અટલ સમાચાર ડોટ કોમ, મોડાસા મોડાસા શહેરમાં અગાઉની ઝઘડાની અદાવત રાખી 2 જૂથો સામસામે આવી થતાં દોડધામ મચી હતી. ગઇકાલે ભેરૂન્ડા વિસ્તારમાં અગાઉની ઝધડાની બાબતમાં આધેડ સહિતના ઉપર અન્ય ઇસમોએ લાકડી વડે હુમલો કર્યો હતો. જે બાદમાં સામાપક્ષે પણ ઇસમોએ ભેગા મળી અન્ય ઇસમોને માર માર્યાની ઘટના સામે આવી છે. સમગ્ર મામલે બંને પક્ષોએ સામસામે
 
ઘટના@મોડાસા: અગાઉના ઝઘડાની અદાવતમાં મારામારી, સામસામે ફરીયાદમાં 8 આરોપી

અટલ સમાચાર ડોટ કોમ, મોડાસા

મોડાસા શહેરમાં અગાઉની ઝઘડાની અદાવત રાખી 2 જૂથો સામસામે આવી થતાં દોડધામ મચી હતી. ગઇકાલે ભેરૂન્ડા વિસ્તારમાં અગાઉની ઝધડાની બાબતમાં આધેડ સહિતના ઉપર અન્ય ઇસમોએ લાકડી વડે હુમલો કર્યો હતો. જે બાદમાં સામાપક્ષે પણ ઇસમોએ ભેગા મળી અન્ય ઇસમોને માર માર્યાની ઘટના સામે આવી છે. સમગ્ર મામલે બંને પક્ષોએ સામસામે પોલીસ ફરીયાદ નોંધાવી છે. મોડાસા ટાઉન પોલીસ મથકે સામસામે ફરીયાદમાં કુલ 8 લોકો આરોપી બન્યાં છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ઘટના@મોડાસા: અગાઉના ઝઘડાની અદાવતમાં મારામારી, સામસામે ફરીયાદમાં 8 આરોપી

અરવલ્લી જીલ્લાના મુખ્યમથક મોડાસા ખાતે મારામારીની ઘટના સામે આવી છે. ગઇકાલે સવારે ભેરૂન્ડા વિસ્તારમાં રહેતાં રઘુભાઇ સરાણિયા પોતાના ઘરે હોઇ ગોધમજી અમરાજી સલાટ, જીગ્નેશ ગોધમજી સલાટ, અક્ષર રમેશભાઇ સલાટ અને રમેશ સલાટ ત્યાં પહોંચ્યાં હતા. જ્યાં અગાઉના ઝઘડા બાબતે બોલાચાલી કરી તેમના ભાણીયાને લઇ જતાં હોઇ ફરીયાદી વચ્ચે પડ્યા હતા. જેથી ઇસમોએ તેમને પણ માથાના ભાગે લાકડીના ઘા માર્યા હતા. આ સાથે ગડદાપાટુનો માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોઇ પોલીસ ફરીયાદ નોંધાઇ છે. મોડાસા ટાઉન પોલીસે ચાર ઇસમ સામે આઇપીસી 324, 323, 504, 506(2), 114 અને જીપીએ કલમ 135 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ઘટના@મોડાસા: અગાઉના ઝઘડાની અદાવતમાં મારામારી, સામસામે ફરીયાદમાં 8 આરોપી

આ તરફ સામાપક્ષે ગોધમજી અમરાજી સલાટે પણ મારામારીની ફરીયાદ નોંધાવી છે. જે મુજબ ગઇકાલે તેઓ પોતાના ઘરે હોઇ જે બાદમાં પોતાના ભત્રીજાને માથાકૂટ થઇ હોવાનું જાણી ગણેશપુર સર્કલ પાસે પહોંચતાં ત્યાં અર્જુનભાઇ તભાભાઇ સરાણીયા, અમરતભાઇ તભાભાઇ સરાણીયા, ચારણભાઇ દાઉદભાઇ સરાણીયા અને રધુભાઇ સરાણીયા ઝઘડો કરતાં હતા. જેથી ગોધમજી વચ્ચે પડતાં તેમને લાકડીથી મારી ગડદાપાટુનો માર માર્યો હોવાનું લખાવ્યુ છે. સમગ્ર મામલે મોડાસા ટાઉન પોલીસે ચાર ઇસમ સામે આઇપીસી 324, 323, 504, 506(2), 114 અને જીપીએ કલમ 135 મુજબ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.