ઘટના@મોડાસા: ટ્રેક્ટર ફેરવવાની વાતને લઇ ઇસમોએ 2 વ્યક્તિ પર હુમલો કર્યો, 5 સામે FIR

અટલ સમાચાર ડોટ કોમ, મોડાસા મોડાસા તાલુકાના ગામે નજીવી બાબતે ઇસમોએ 2 વ્યક્તિઓ ઉપર લાકડી અને દંતારીથી હુમલો કર્યાની ઘટના સામે આવી છે. પ્રાથમિક વિગતો મુજબ ફરીયાદીના બનેવીએ સેકન્ડમાં ટ્રેક્ટર લીધુ હોઇ તેના હપ્તાં પણ પોતે ભર્યા હતા. જોકે ફરીયાદીના બનેવીના ભાઇઓએ હપ્તા નહીં ભરતાં તેઓ ટ્રેક્ટર જાતે ફેરવતાં હતા. આ દરમ્યાન ઇસમોએ તું કેમ
 
ઘટના@મોડાસા: ટ્રેક્ટર ફેરવવાની વાતને લઇ ઇસમોએ 2 વ્યક્તિ પર હુમલો કર્યો, 5 સામે FIR

અટલ સમાચાર ડોટ કોમ, મોડાસા

મોડાસા તાલુકાના ગામે નજીવી બાબતે ઇસમોએ 2 વ્યક્તિઓ ઉપર લાકડી અને દંતારીથી હુમલો કર્યાની ઘટના સામે આવી છે. પ્રાથમિક વિગતો મુજબ ફરીયાદીના બનેવીએ સેકન્ડમાં ટ્રેક્ટર લીધુ હોઇ તેના હપ્તાં પણ પોતે ભર્યા હતા. જોકે ફરીયાદીના બનેવીના ભાઇઓએ હપ્તા નહીં ભરતાં તેઓ ટ્રેક્ટર જાતે ફેરવતાં હતા. આ દરમ્યાન ઇસમોએ તું કેમ અમારૂ ટ્રેક્ટર ફેરવે છે ? તેવું કહી ફરીયાદી અને તેમના બનેવી પર હુમલો કરતાં બંને ઇજાગ્રસ્ત બન્યા હતા. સમગ્ર મામલે પાંચ ઇસમ સામે મોડાસા રૂરલ પોલીસ મથકે ફરીયાદ નોંધાઇ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અરવલ્લી જીલ્લાના મોડાસા તાલુકાના મુલોજ(નાધરી) ગામે ઇસમોએ બે વ્યક્તિ પર હુમલો કર્યાની ઘટના સામે આવી છે. વિગતો મુજબ મેઘરજ તાલુકાના રામગઢી(મુડશી વાગોળા) ગામના અને હાલ મોડાસાના અણદાપુર ગામે રહેતાં ભરતભાઇ જેશાભાઇ ડામોર ખેતી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગત દિવસોએ તેમના મોસાળ પક્ષના બનેવી ભરતભાઇ રમેશભાઇ ડામોર (મુલોજ)એ ભુપેન્દ્રસિંહ ભાટી પાસેથી તેમના પિતા રમેશભાઇ ડામોરના નામે મેસી ટ્રેક્ટર સેકન્ડમાં લીધુ હતુ. જે બાદમાં તેઓ હપ્તાં ભરતાં ન હોઇ ભરતભાઇ તે ટ્રેક્ટર અણદાપુર લાવીને ફેરવતાં હતા. આ દરમ્યાન મુલોજ નાધરી ગામે બોરમાં મોટર ઉતારવા જતાં ભરતભાઇના ફોઇનો દીકરો મહેશભાઇ, કુટુંબી ભાણિયો જીગાભાઇ, તેમના પિતા રમેશભાઇ, તેમના બે ભાઇ રાકેશભાઇ અને મુકેશભાઇ સહિતના ત્યાં આવી પહોંચ્યા હતા.

ઘટના@મોડાસા: ટ્રેક્ટર ફેરવવાની વાતને લઇ ઇસમોએ 2 વ્યક્તિ પર હુમલો કર્યો, 5 સામે FIR

સૂત્રોએ જણાવ્યું હતુ કે, ઇસમોએ મુલોજ ગામે ભરતભાઇને કહેલ કે, તું અમારૂ ટ્રેક્ટર કેમ અણદાપુર લઇ ગયેલ છે. જેથી ભરતભાઇએ કહેલ કે, ટ્રેક્ટરના હપ્તા મેં ભરેલ હોવાથી હું લઇ ગયો છે. આ તરફ ઇસમોએ ઉશ્કેરાઇ જઇ લાકડી અને દંતારી વડે ભરતભાઇ જેશભાઇ અને ફરીયાદી ભરતભાઇ રમેશભાઇ પર હુમલો કર્યો હતો. જેમાં બંને જણાં ઇજાગ્રસ્ત બનતાં સારવાર અર્થે ખસેડાયા હતા. આ તરફ ભરતભાઇ રમેશભાઇને વધુ ઇજા પહોંચી હોઇ વધુ સારવાર અર્થે અમદાવાદ ખસેડ્યા હતા. સમગ્ર મામલે મોડાસા રૂરલ પોલીસે પાંચ ઇસમ સામે આઇપીસી 143, 147, 148, 149, 307, 323, 504, 506(2), 427 અને જીપીએ કલમ 135 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ઘટના@મોડાસા: ટ્રેક્ટર ફેરવવાની વાતને લઇ ઇસમોએ 2 વ્યક્તિ પર હુમલો કર્યો, 5 સામે FIR
આરોપીઓના નામ