આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, મોડાસા

માલપુર પંથકની યુવતિ આજે સવારે કોલેજ ગયા દરમ્યાન તેના અપહરણની ઘટનાને પગલે ચકચાર મચી ગઇ છે. ફિલ્મીઢબે થયેલા ઘટનાક્રમની વિગતો જોતા સગાઇ તુટવાથી અપહરણ થયાનુ સામે આવ્યુ છે. 2 યુવકોએ સરાજાહેર કોલેજીયન યુવતિનુ અપહરણ કર્યાનો વિડીયો પણ સામે આવ્યો છે. સવારની ઘટના બાદ માલપુર પોલીસે 2 આરોપીની અટકાયત કરી મોડાસાના ટાઉન પોલીસને સોંપી દીધા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો 

અરવલ્લી જીલ્લાના વડામથક મોડાસા શહેરમાં ધોડેદહાડે યુવતિના અપહરણની ઘટના બાદ દોડધામ મચી ગઇ હતી. કોલેજ જતા દરમ્યાન યુવતિને ગાડીમાં બેસાડી 2 યુવકો ઉઠાવી ગયાનો વિડીયો સામે આવતા હડકંપ મચી ગયો છે. વિડીયો અને તમામ વિગતોને આધારે માલપુર પોલીસે ગણતરીના કલાકોમાં 2 યુવાનોને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઘટના મોડાસા પંથકમાં બની હતી પરંતુ આરોપી અને યુવતિ માલપુર પંથકના હોઇ પોલીસે બંનેને ઝડપી મોડાસા ટાઉન પોલીસને હવાલે કર્યા છે.

યુવતિના અપહરણના મામલે સગાઇ તુટવાથી બંને પરિવારો વચ્ચે સામાજીક ગરમાવો વધી ગયો હતો. જેથી આરોપી રણજીત મણિલાલ પુજારા (ઉ.વ.19)અને અજય મોતીલાલ ખાંટ (ઉ.વ.25) નામના 2 યુવકોની અટકાયત કરી પુછપરછ શરૂ કરવામાં આવી છે. મોડાસા ટાઉન પોલીસે ઘટનાને પગલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. શહેરમાં ધોળેદહાડે કોલેજીયન યુવતિના અપહરણને લઇ કલાકોમાં વાત વાયુવેગે સમગ્ર પંથકમાં ફેલાઇ જતા ચકચાર મચી ગઇ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code