ઘટના@મોરબી: પિતા-પુત્ર વચ્ચે ઉગ્ર બોલાચાલીમાં પિતાએ પુત્રની હત્યા કરી, સમગ્ર પંથકમાં ચકચાર

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
મોરબીના હળવદમાં 20 વર્ષીય યુવાનની હત્યા થતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ચરડાવામાં પિતા-પુત્ર વચ્ચે સામાન્ય બોલચાલીમાં યુવાનની હત્યા થઈ. આ ઘટનામાં વધુ આઘાતજનક બાબત એ છે કે 20 વર્ષીય યુવાનની કોઈ અસમાજિક તત્ત્વો કે ગુંડાઓએ નહીં પરંતુ તેના જ પિતા દ્વારા કરવામાં હત્યા આવી. આ ઘટના સામે આવ્યા બાદ પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પોલીસ ફરિયાદ મુજબ હળવદના ચરાડવામાં સોલંકી પરિવાર રહે છે. સોલંકી પરિવારમાં પિતા અને પુત્ર કામધંધો કરી ગુજરાન કરે છે. દરમિયાન ગતરોજ પુત્ર દ્વારા કામમાં બરાબર ધ્યાન ના આપતા પિતાએ તેને ટકોર કરી. કામ બાબતે પિતાની ટકોરથી પુત્ર ગુસ્સે થઈ ગયો. પિતા અને પુત્ર વચ્ચે કામધંધા બાબતે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ બોલાચાલી બાદ મામલો થાળે પડ્યો હતો. પિતાના મનમાં તેમનો પુત્ર કોઈ કામધંધો ના કરતો હોવાથી વધુ રોષ હતો અને આ રોષ ગુસ્સામાં તબદીલ થયો. ગુસ્સામાં આવીને પિતા દેવજીભાઈ સોલંકીએ પુત્ર મનોજને દોરીથી ગળે ટૂંપો હત્યા કરી. યુવાનની હત્યાને પગલે હળવદ પોલીસમાં પિતા સામે ગુનો નોંધવામાં આવ્યો.