ઘટના@નવસારી: હાઇવે પર ફિલ્મી દ્રશ્યો સર્જાયા, એકસાથે પાંચ કાર વચ્ચે ટક્કર

અટલ સમાચાર,ડેસ્ક કોરોના કહેર વચ્ચે રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 48 પર નવસારીના મટવાડ પાસે માર્ગ અકસ્માતની ઘટનામાં ફિલ્મી સ્ટન્ટ જેવા દ્રશ્યો સર્જાયા હતા. જેમાં અંબિકા નદી પર આવેલા બ્રિજ પર આજે મુંબઈથી અમદાવાદ તરફ જતાં માર્ગ પર એક સેન્ટ્રો ગાડીનું ટાયર ફાટી ગયું હતું. જે બાદમાં એક સાથે પાંચ કાર વચ્ચે અકસ્માત થયો છે. અકસ્માતને પગલે
 
ઘટના@નવસારી: હાઇવે પર ફિલ્મી દ્રશ્યો સર્જાયા, એકસાથે પાંચ કાર વચ્ચે ટક્કર

અટલ સમાચાર,ડેસ્ક

કોરોના કહેર વચ્ચે રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 48 પર નવસારીના મટવાડ પાસે માર્ગ અકસ્માતની ઘટનામાં ફિલ્મી સ્ટન્ટ જેવા દ્રશ્યો સર્જાયા હતા. જેમાં અંબિકા નદી પર આવેલા બ્રિજ પર આજે મુંબઈથી અમદાવાદ તરફ જતાં માર્ગ પર એક સેન્ટ્રો ગાડીનું ટાયર ફાટી ગયું હતું. જે બાદમાં એક સાથે પાંચ કાર વચ્ચે અકસ્માત થયો છે. અકસ્માતને પગલે હાઇવે પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. જોકે, સદનસિબે અહીં કોઈ જાનહાની થઈ ન હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ઘટના@નવસારી: હાઇવે પર ફિલ્મી દ્રશ્યો સર્જાયા, એકસાથે પાંચ કાર વચ્ચે ટક્કર

રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 48 પર નવસારીના મટવાડ પાસે અંબિકા નદી પર આવેલા બ્રિજ પર આજે મુંબઈથી અમદાવાદ તરફ જતાં માર્ગ પર એક સેન્ટ્રો ગાડીનું ટાયર ફાટી ગયું હતું. જે બાદમાં કારની પાછળ પૂરપાટ આવી રહેલી અન્ય કારની ટક્કર થઈ હતી. એક પછી એક એમ પાંચ કાર અથડાઈ હતી. બનાવની જાણ થયા બાદ સ્થાનિક પોલીસ અને હાઇવે ઓથોરિટીના અધિકારીઓ પણ ઘટનાસ્થળે દોડી ગયા હતા.

ઘટના@નવસારી: હાઇવે પર ફિલ્મી દ્રશ્યો સર્જાયા, એકસાથે પાંચ કાર વચ્ચે ટક્કર

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, નેશનલ હાઇવે પર એક પછી એક એમ પાંચ કાર અથડાતા અહીંથી પસાર થતા લોકો એક સમય માટે અકસ્માત જોવા માટે ઊભા રહી જતા હતા. અનેક લોકો આ બનાવને પોતાના મોબાઇલમાં પણ કેદ કરી રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે દર વર્ષે દેશમાં રોડ અકસ્માતમાં અનેક લોકો પોતાનો જીવ ગુમાવે છે. પરંતુ આ બનાવમાં સદનસિબે કોઈ જાનહાની થઈ નથી.

ઘટના@નવસારી: હાઇવે પર ફિલ્મી દ્રશ્યો સર્જાયા, એકસાથે પાંચ કાર વચ્ચે ટક્કર