ઘટના@નવસારી: પાર્ટીમાં ત્રાટકી પોલીસ, દારૂની મહેફીલમાં 8 મહિલા સહિત 11 લોકો ઝડપાયા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક કોરોના મહામારી વચ્ચે નવસારીમાં દારૂની મહેફીલ માણતા લોકોની પાર્ટીમાં પોલીસે દરોડા પાડ્યા હતા. જેમાં 8 મહિલા સહિત 11 લોકોને ઝડપી પાડવામાં આવ્યા છે. નવસારીના ચાણક્ય એપાર્ટમેન્ટમાં મોડી રાત્રે દારૂની મહેફીલ ચાલતી હોવાની બાતમી મળતા પોલીસે દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં પૈસાદાર અને નામાંકિત લોકો દારૂની મહેફીલ માણતા હોવાનું ઘટફોસ્ફોટ
 
ઘટના@નવસારી: પાર્ટીમાં ત્રાટકી પોલીસ, દારૂની મહેફીલમાં 8 મહિલા સહિત 11 લોકો ઝડપાયા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કોરોના મહામારી વચ્ચે નવસારીમાં દારૂની મહેફીલ માણતા લોકોની પાર્ટીમાં પોલીસે દરોડા પાડ્યા હતા. જેમાં 8 મહિલા સહિત 11 લોકોને ઝડપી પાડવામાં આવ્યા છે. નવસારીના ચાણક્ય એપાર્ટમેન્ટમાં મોડી રાત્રે દારૂની મહેફીલ ચાલતી હોવાની બાતમી મળતા પોલીસે દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં પૈસાદાર અને નામાંકિત લોકો દારૂની મહેફીલ માણતા હોવાનું ઘટફોસ્ફોટ થયો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

નવસારીના ચાણક્ય એપાર્ટમેન્ટમાં પોલીસે દારૂની પાર્ટીમાંથી 8 જેટલી મહિલાઓની પણ ધરપકડ કરી છે. આ સાથે ઘટના સ્થળેથી વિદેશી દારૂની બોટલો સહિતનો મુદ્દામાલ પણ કબ્જે કર્યો છે. પાર્ટીમાંથી ઝડપાયેલી મહિલાઓ દારૂના નશામાં હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે. હાલ તો તમામ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.