બનાવ@પાલનપુર: ગામનો જ ઇસમ સગીરાને લગ્નની લાલચે ભગાડી ગયો, પોક્સો દાખલ

અટલ સમાચાર ડોટ કોમ, પાલનપુર પાલનપુર તાલુકાના એક ગામમાં ઇસમ સગીરાને લગ્નની લાલચે ભગાડી ગયાની ઘટના સામે આવી છે. ગત દિવસોએ પરિવાર ખેતરે ગયા બાદ બપોરે પરત ફરતાં પોતાની દીકરી જોવા નહીં મળતાં ચોંકી ઉઠ્યો હતો. જે બાદમાં ગામમાં તપાસ કરતાં ખબર પડી હતી કે, ઇસમ તેને ગાડીમાં બેસાડીને લઇ ગયો છે. જે બાદમાં ઇસમના
 
બનાવ@પાલનપુર: ગામનો જ ઇસમ સગીરાને લગ્નની લાલચે ભગાડી ગયો, પોક્સો દાખલ

અટલ સમાચાર ડોટ કોમ, પાલનપુર

પાલનપુર તાલુકાના એક ગામમાં ઇસમ સગીરાને લગ્નની લાલચે ભગાડી ગયાની ઘટના સામે આવી છે. ગત દિવસોએ પરિવાર ખેતરે ગયા બાદ બપોરે પરત ફરતાં પોતાની દીકરી જોવા નહીં મળતાં ચોંકી ઉઠ્યો હતો. જે બાદમાં ગામમાં તપાસ કરતાં ખબર પડી હતી કે, ઇસમ તેને ગાડીમાં બેસાડીને લઇ ગયો છે. જે બાદમાં ઇસમના ઘરે તપાસ કરતાં પરિવારે એકાદ-બે દિવસમાં શોધી આપવાની વાત કર્યા બાદ પણ સગીરા નહીં મળતાં પરિવારે ઇસમ સામે પોલીસ ફરીયાદ નોંધાવી છે. પાલનપુર તાલુકા પોલીસે આરોપી ઇસમ સામે ગુનો નોંધી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના પાલનપુર તાલુકાના એક ગામેથી સગીરાને ભગાડી જવાની ઘટના સામે આવી છે. ગામમાં ખેતમજુરી કરી ગુજરાન ચલાવતો પરિવાર ગત તા.1 મેના રોજ ખેતરે ગયો હતો. જે બાદમાં બપોરે પરત આવ્યા બાદ તેમની સગીર દીકરી જોવા નહી મળતાં તપાસ કરી હતી. જ્યાં સગીરા ઉકરડા તરફ છાણ નાંખવા જતી હોઇ ત્યાં માત્ર તગારૂ પડ્યુ હોઇ ગામની મહિલા દ્રારા ખબર પડી હતી કે, ગામનો ઠાકોર મહેશજી ગલબાજી ઠાકોર સગીરાને કારમાં બેસાડી લઇ ગયો છે. જેને લઇ તાત્કાલિક પરિવારે ઇસમના ઘરે તપાસ કરવા છતાં મળી આવ્યા ન હતા.

બનાવ@પાલનપુર: ગામનો જ ઇસમ સગીરાને લગ્નની લાલચે ભગાડી ગયો, પોક્સો દાખલ

સૂત્રોએ જણાવ્યું હતુ કે, સગીરાને ગામનો જ ઇસમ લગ્નની લાલચે ભગાડીની ગયાની ઘટનાને લઇ ચકચાર મચી ગઇ છે. આ તરફ પરિવારે ઇસમના ઘરે તપાસ કરતાં તેનો મોબાઇલ નંબર બંધ આવતો હોઇ ઇસમના પરિવારે એકાદ-બે દિવસમાં તેને શોધી આપવાની વાત કરી હતી. જોકે સગીરા નહીં મળતાં પરિવારે ઇસમ સામે પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે. પોલીસે ઇસમ સામે આઇપીસી 363, 366, પોક્સો 18 અને એટ્રોસિટી એક્ટની કલમ 3(2)(v) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.