ઘટના@પાલનપુર: બહેનના સાસરીયાઓએ આર્મીજવાન ભાઇની કારના કાચ તોડ્યાં, 3 સામે ફરીયાદ

અટલ સમાચાર ડોટ કોમ, પાલનપુર પાલનપુર તાલુકાના ગામે બહેનની સાસરીમાં ગયેલા આર્મીજવાન ભાઇની ગાડીના કાચ તોડી પથ્થરમારો કરાયાની ઘટના સામે આવી છે. અગાઉ ફરીયાદીના બહેનની આરોપીઓ ત્રાસ આપતાં હોઇ ફરીયાદીએ સમજાવ્યા હતા. જે બાબતનું મનદુ:ખ રાખી ગઇકાલે બપોરે બહેનની સાસરીમાં ગયેલા આર્મીજવાન યુવક સાથે આરોપીઓએ ગાળાગાળી કરી હતી. જે બાદમાં ઉશ્કેરાઇ જઇ ફરીયાદીની ગાડી પર
 
ઘટના@પાલનપુર: બહેનના સાસરીયાઓએ આર્મીજવાન ભાઇની કારના કાચ તોડ્યાં, 3 સામે ફરીયાદ

અટલ સમાચાર ડોટ કોમ, પાલનપુર

પાલનપુર તાલુકાના ગામે બહેનની સાસરીમાં ગયેલા આર્મીજવાન ભાઇની ગાડીના કાચ તોડી પથ્થરમારો કરાયાની ઘટના સામે આવી છે. અગાઉ ફરીયાદીના બહેનની આરોપીઓ ત્રાસ આપતાં હોઇ ફરીયાદીએ સમજાવ્યા હતા. જે બાબતનું મનદુ:ખ રાખી ગઇકાલે બપોરે બહેનની સાસરીમાં ગયેલા આર્મીજવાન યુવક સાથે આરોપીઓએ ગાળાગાળી કરી હતી. જે બાદમાં ઉશ્કેરાઇ જઇ ફરીયાદીની ગાડી પર પથ્થરમારો કરી કાચ તોડી અને લોખંડની ખીલાસરી પણ મારી હોવાની ફરીયાદ પાલનપુર તાલુકા પોલીસ મથકે નોંધાઇ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના પાલનપુર તાલુકાના ગોઢ ગામે અગાઉની અદાવતમાં યુવક સાથે ગાળાગાળી કરી કારને નુકશાન પહોંચાડ્યુ હોવાની સામે આવ્યુ છે. અમીરગઢ તાલુકાના જાલરા કરજા ગામના મહેન્દ્રસિંહ ચૌહાણ હાલ આર્મીમાં ફરજ બજાવે છે. તેમની બહેનના લગ્ન પાલનપુર તાલુકાના ગોઢ ગામે કરવામાં આવ્યા હતા. જે બાદમાં સાસરીયાંઓ બહેનને ત્રાસ આપતાં હોવાથી અગાઉ મહેન્દ્રસિંહે બહેનના સાસરીયાઓને સમજાવ્યા હતા.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, ગઇકાલે બપોરે 4 વાગ્યે મહેન્દ્રસિંહ સહિતના ગોઢા ગામે સામાજીક કામે ગયા હતા. આ દરમ્યાન ફરીયાદીના સાસુ, દિયર સહિતના તેમને મળ્યાં હતા. જ્યાં અગાઉ મહેન્દ્રસિંહને સમજાવ્યાની અદાવત રાખી ગાળાગાળી કરી હતી. જેથી મહેન્દ્રસિંહે ગાળાગાળી કરવાની ના પાડતાં ઉશ્કેરાઇ જઇ આરોપીઓને મારવાનો પ્રયાસ કર્યો હોવાનો ફરીયાદમાં ઉલ્લેખ કર્યો છે. જે બાદમાં ફરીયાદી ગાડી લઇ નીકળવા જતાં ત્રણેય આરોપીઓએ ગાડી પર છુટ્ટા પથ્થર મારી અને લોખંડની ખીલાસરી મારી ગાડીના કાચ ફોડી નાંખ્યા હતા. જેને લઇ મહેન્દ્રસિંહે તમામ સામે પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે. જેને લઇ પોલીસે આઇપીસી કલમ 323, 294(b), 427 અને જીપીએ કલમ 135 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ લોકો સામે નોંધાઇ ફરીયાદ

  1. રેણુકાબા ખેમસિંહ ડાભી
  2. કિસનસિંહ ખેમસિંહ ડાભી
  3. શ્રવણસિંહ ખેમસિંહ ડાભી, તમામ રહે.ગોઢ, તા.પાલનપુર, જી.બનાસકાંઠા