ઘટના@પારડી: દારૂના નશામાં ટ્રક ચાલકે અકસ્માત સર્જ્યો, મુસાફરો જીવ બચાવવા બારી બહાર કૂદ્યા

 
અકસ્માત
ટ્રકની પેસેન્જર બસ સાથે જોરદાર ટક્કર થવા બાદ મુસાફરોનો બચાવ થયો હતો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

 

પારડી નજીક મોડી રાત્રે દારૂના નશામાં ટ્રક ચાલકે અકસ્માત કર્યો. નશામાં ધૂત ટ્રક ચાલકની ટ્રક હાઈવે પર ડિવાઈડર સાથે અથડાયા બાદ મુસાફરો ભરેલ બસને ટક્કર મારી હતી. પેસેન્જર બસમાં 60 જેટલા લોકો મુસાફરી કરી રહ્યા હતા. પેસેન્જર બસ અને ટ્રક વચ્ચે મોટો અકસ્માત સર્જાયો. સદનસીબ આ ઘટનામાં કોઈ જાનહાનિ થયાનું સામે આવ્યું નથી.

ઘટનાની પ્રાપ્ત વિગત મુજબ મહારાષ્ટ્રની સરકારી બસ વાપી થી ધુલે જઇ રહી હતી. દરમ્યાન વલસાડના પારડી નજીક ગતમોડી રાત્રે મહારાષ્ટ્રની પેસેજન્જર ભરેલ બસ પસાર થતી હતી ત્યારે હાઈવે પર એક ટ્રક સાથે અથડાઈ. આ પેસેન્જરમાં બસમાં આશરે 60 જેટલા મુસાફરો પ્રવાસ કરી રહ્યા હતા. બસનો ટ્રક સાથે અકસ્માત થયાનું માલૂમ પડતા મુસાફરો જીવ બચાવવા ઇમરજન્સી બારીમાંથી બહાર કૂદી પડ્યા હતા.જાણવા મળ્યું કે ટ્રક ચાલક દારુના નશામાં ચકચૂર હતો. મહારાષ્ટ્રના સરકારી બસના મુસાફરોએ તાત્કાલિક આ ઘટનાની પોલીસને જાણ કરી. પારડી પોલીસ આવે તે પહેલા જ ટ્રક ચાલક લોકોને હાથતાળી આપી ફરાર થઈ ગયો. દરમ્યાન પોલીસે ટ્રકની વધુ તપાસ કરતા તેમાંથી દેશી દારૂની બોટલો પણ મળી આવી. આ મામલે પારડી પોલીસે બસ પેસેન્જરોને ફરિયાદના આધારે ટ્રક ચાલકને ઝડપવાની કાર્યવાહી હાથ ધરી છે.

વલસાડના પારડી હાઈવે પર અગાઉ પણ અનેક વખત ગંભીર અકસ્માતો સર્જાયા છે. આ મહિનાની શરૂઆતમાં જ એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. જેમાં શાકભાજી ભરેલ પિકઅપવાનના ચાલકે એક મોપેડને ટક્કર મારતા 2 યુવકો ગંભીરપણે ઘાયલ થયા હતા. યુવકોને સારવાર માટે તાત્કાલિક સરકારી હોસ્પિટલ લઈ જવાયા હતા.