બનાવ@પાટણ: 1 યુવકે મેસેજથી યુવતિને હેરાન કરી, ફરીયાદમાં ખુલ્યાં એકસાથે 3 આરોપી

અટલ સમાચાર ડોટ કોમ, પાટણ પાટણની પરીણિતાને અજાણ્યાં ઇસમે મેસેજ કરી પરેશાની ઉભી કરી હતી. જેથી મહિલાએ તેના પતિ સહિત પરિવારને વાત કરતાં મામલો પોલીસ સ્ટેશને પહોંચી ગયો છે. સમાજના જ યુવકે મેસેજ કરી યુવતિને મુશ્કેલી આપી હતી. જોકે મેસેજ કરનાર એક ઇસમને બદલે સમગ્ર ઘટનાક્રમમાં ત્રણ ઇસમો સામેલ હોવાનું બહાર આવ્યુ છે. મેસેજ એક
 
બનાવ@પાટણ: 1 યુવકે મેસેજથી યુવતિને હેરાન કરી, ફરીયાદમાં ખુલ્યાં એકસાથે 3 આરોપી

અટલ સમાચાર ડોટ કોમ, પાટણ

પાટણની પરીણિતાને અજાણ્યાં ઇસમે મેસેજ કરી પરેશાની ઉભી કરી હતી. જેથી મહિલાએ તેના પતિ સહિત પરિવારને વાત કરતાં મામલો પોલીસ સ્ટેશને પહોંચી ગયો છે. સમાજના જ યુવકે મેસેજ કરી યુવતિને મુશ્કેલી આપી હતી. જોકે મેસેજ કરનાર એક ઇસમને બદલે સમગ્ર ઘટનાક્રમમાં ત્રણ ઇસમો સામેલ હોવાનું બહાર આવ્યુ છે. મેસેજ એક વ્યક્તિએ કર્યો પરંતુ નંબરની હેરાફેરી કરવાથી માંડી મોબાઇલનો ઉપયોગ થયા સુધીમાં ત્રણ આરોપી બન્યા છે. સમગ્ર બાબતે પરીણિતાએ પાટણ શહેર એ ડીવીઝન પોલીસ મથકે ગુનો નોંધાવતાં તપાસ શરૂ કરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ શહેરમાં રહેતી એક પરીણિતાને કોઇ ઇસમ ફોનમાં મેસેજ કરી પરેશાન કરતો હોવાની ઘટના સામે આવી છે. ખાનગી નોકરી કરતી પરીણિતાનો કોઇ ઇસમે મોબાઇલ નંબર મેળવી લીધો હતો. આ પછી ગત તા.23/04/2021ના રોજ પરીણિતાને અજાણ્યાં મોબાઇલ નંબરથી વોટ્સએપ મેસેજ આવતાં પરીણિતા ચોંકી ગઇ હતી. જે બાદમાં પોતાનો નંબર કેવી રીતે મળ્યો તો યુવકે કહેલ કે, ટ્રુ કોલરમાંથી નંબર મળ્યો તેવુ કહી ફ્રેન્ડશીપની માંગ કરી હતી. જેથી પરીણિતાએ પોતાના પતિ સહિત પરિવારે જાણ કરતાં તપાસ માટે પોલીસમાં અરજી આપી હતી. મોબાઇલ નંબર આધારે પોલીસની પ્રાથમિક તપાસમાં ત્રણ ઇસમના નામ ખૂલ્યાં છે.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, ચાણસ્મા તાલુકાના ખારી ઘારીયાલ ગામના હિતેશ પ્રજાપતિ નામના ઇસમે તેના મિત્ર જૈમિન પ્રજાપતિને પાટણની પરીણિતાનો મોબાઇલ નંબર આપ્યો હતો. આ જૈમિને તેના મિત્ર પંકજ પ્રજાપતિના વોટ્સએપ નંબરથી પરીણિતાને મેસેજ કર્યો હતો. સમગ્ર મામલે પરીણિતાએ પોલીસની પ્રાથમિક તપાસ બાદ ત્રણેય ઇસમો વિરૂધ્ધ પોતાનો ઘરસંસાર બગાડવા અને બદનામ કરવાના ઇરાદે પરેશાન કર્યાની ફરીયાદ નોંધાવી છે. જેથી પાટણ એ ડીવીઝન પોલીસે ત્રણેય આરોપી સામે આઇપીસી કલમ 354D(1)(2), 114 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.