ઘટના@પાટણ: હારીજ-ચાણસ્મા હાઈવે પર ભયાનક અકસ્માત સર્જાયો, 2ના મોત

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
હારીજ-ચાણસ્મા હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો. હાઈવે પર ગંભીર અકસ્માતને પગલે લોકોના ટોળેટોળા ઉમટ્યા. અકસ્માત એટલો ભયાનક હતો કે એક શખ્સનું ઘટનાસ્થળ પર જ મોત નિપજયું. અકસ્માતને પગલે સ્થાનિકોની ભીડ હાઈવે પર ભેગી થઈ ગઈ હતી. એક જાગૃત સ્થાનિકે આ ઘટનાની પોલીસને જાણ કરી. પોલીસ પોતાની ટીમ સાથે ઘટનાસ્થળ પર પહોંચી સમગ્ર મામલે તપાસ હાથ ધરી.
હાલમાં વધુ એક ગંભીર અકસ્માત સર્જાયાની ઘટનાના સમાચાર સામે આવ્યા છે. જેમાં એક શખ્સનું ગંભીર ઇજાના પગલે ઘટનાસ્થળ પર જ મોત નિપજયું. અકસ્માતની આ ઘટના પાટણ જિલ્લામાં બની છે. જ્યાં હારીજ-ચાણસ્મા હાઈવે પર એસ ટી બસ અને બાઈક વચ્ચે ભયાનક અથડામણ થઈ હતી. આ અકસ્માત એટલો ગંભીર હતો કે બાઈકનો કુરચો બોલાઈ ગયો. હારીજના દાતરવાડા પાસે આ અક્સમાતની ઘટનાને પગલે સ્થાનિકોની ભીડ ભેગી થઈ હતી.
અકસ્માતમાં બાઈક પર સવાર બે અજાણ્યા યુવાનના મોત નિપજયા. જ્યારે એસટી બસ ચાલક અકસ્માત થતા ફરાર થઈ ગયો.લોકોને અવર જવર માટે વધુ સુવિધા મળે માટે મુખ્ય માર્ગો અને હાઈવે પરના માર્ગો વધુ સારા બનાવવામાં આવે છે. સારા માર્ગોના કારણે લોકો બેફામ વાહન હંકારવા લાગ્યા છે. ગતરોજ પાટણના હારીજમાં બનવા પામેલ ગંભીર અકસ્માત સર્જાતા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી. હારીજ પોલીસે ઘટના સ્થળે પહોંચી અને ઘટનામાં મૃત્યુ પામનાર બંને મૃતક યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે.