આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર ડોટ કોમ, પાટણ

કોરોના કહેર વચ્ચે પાટણ તાલુકાના ગામે ખેડૂતની જમીન ઇસમોને ઉઘડથી વાવેતરમાં આપ્યા બાદ ઇસમોએ જમીન પચાવી પાડ્યાની ઘટના સામે આવી છે. વિગતો મુજબ તાલુકાના ગામે આવેલ ખેતીલાયક જમીન ખેડૂત અને તેમની બહેને ઇસમોને ઉઘડથી વાવેતર કરવા આપી હતી. જે બાદમાં ઇસમોએ ખેતરમાં મકાન બનાવી કબજો કરી લીધો હતો. જે બાદમાં ખેડૂતે પોલીસ ફરીયાદ કરવાનું કહેતાં ઇસમોએ જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ તરફ ખેડૂતે નવા કાયદા મુજબ કલેક્ટરમાં અરજી કરતાં હુકમના આધારે ચારેય ઇસમો વિરૂધ્ધ પોલીસ ફરીયાદ નોંધાવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ તાલુકાના અનાવાડા ગામે ખેડૂતની વડીલોપાર્જીત જમીન પર ઇસમોએ કબજો કર્યાની ઘટના સામે આવી છે. પાટણના ગુર્જરવાડામાં રહેતાં અશોકભાઇ મનોરભાઇ પટેલ અને તેમની બહેન પટેલ રંજુબેન મનોરભાઇની માલિકીની જમીન અનાવાડા ખાતે આવેલ છે. જે જમીન આશરે દસેક વર્ષ અગાઉ અનાવાડા મુકામે રહેતાં ભરવાડા બોધાભાઇ રાજાભાઇને વાર્ષિક રૂ.10,000ના ઉઘડથી વાવેતર કરવા મોઢાના બોલે આપેલ હતી. જે બાદમાં બે વર્ષ સુધી 10,000 ચુકવ્યાં બાદ ખેડૂત પૈસા લેવા જતાં ઇસમોએ ખેતરમાં પાયા ખોદ્યાં હોવાનું સામે આવ્યુ હતુ. જેથી પુછતાં ઇસમે કહેલ કે, આ જમીન અમોને તારા બાપદાદાએ વેચાણથી આપેલ છે. જેનો દસ્તાવેજ તારી કરી આપવાનો છે તેમ કરી ધમકીઓ આપી હતી.

આ દરમ્યાન ડરી ગયેલા ખેડૂતે પોલીસ સ્ટેશને જવાનું ટાળ્યું હોવાનો ફરીયાદમાં ઉલ્લેખ કર્યો છે. આ તરફ સરકાર દ્રારા જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ અમલમાં આવલતાં કલેક્ટરમાં અરજી કરી હતી. જે બાદમાં સમીતીમાં અરજી ચાલી જતાં કલેક્ટરના હુકમને આધારે ખેડૂતે ચાર ઇસમો વિરૂધ્ધ ફરીયાદ નોંધાવી છે. સમગ્ર મામલે પાટણ તાલુકા પોલીસે બોધાભાઇ ભરવાડ, મેરાભાઇ ભરવાડ, હરેશભાઇ ભરવાડ અને પોપટભાઇ ભરવાડ વિરૂધ્ધ આઇપીસી 506(1), 114 અને ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ કાયદાની કલમ 4(3), 5 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code