ઘટના@પાટણ: પાંચ હજાર રૂપિયા માટે વ્યાજખોરે મહિલાને જીવતી સળગાવી, જાણો વધુ

 
ઘટના
 મહિલાનું ટૂંકી સારવાર દરમિયાન મોત

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ગુજરાતના પાટણ શહેરમાં ટાંકવાડા વિસ્તારમાં માત્ર પાંચ હજાર પિયાના વ્યાજની ઉઘરાણી બાબતે એક નિ:સહાય મહિલા પર વલનશીલ પ્રવાહી છાંટી તેને જીવતી સળગાવી દેવાનો ઘાતકી પ્રયાસ કરવામાં આવ્યો હતો.ગંભીર રીતે દાઝી ગયેલી આ મહિલાને તુરતં સારવાર અર્થે ધારપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, યાં ટૂંકી સારવાર દરમિયાન તેણે દમ તોડો હતો. આ ચકચારી ઘટનાને પગલે પાટણ સિટી 'એ' ડિવિઝન પોલીસે ગુનો નોંધી આરોપી સામે કડક કાર્યવાહી હાથ ધરી છે.

પાટણના ખાલકપુરા મિલવાસ વિસ્તારમાં રહેતી અને લોકોના ઘરે કામકાજ કરીને માંડ-માંડ ગુજરાન ચલાવતી પિન્કીબેન ભરતભાઈ પટણીએ પોતાના ઘરખર્ચને પહોંચી વળવા માટે આશરે એક મહિના અગાઉ સ્થાનિક વ્યાજખોર બાબુ રાવળ પાસેથી વ્યાજે પાંચ બજાર પિયા લીધા હતા. બાબુ રાવળ પોતાના નાણાં પરત મેળવવા પિન્કીબેનના ઘરે પહોંચ્યો હતો.
પિન્કીબેને તે સમયે ટાંકવાડા વિસ્તારમાં રહેતા જીતુ પંચાલના ઘરે ગયા હોવાથી બાબુ પણ ત્યાં પાછળ-પાછળ પહોંચી ગયો હતો. મહિલાએ તેની સામે લાચારી વ્યકત કરીને થોડા દિવસોમાં પૈસાની સગવડ કરીને ચૂકવી આપવાની વિનંતી કરી હતી.

હાલમાં પૈસાની સગવડ નથી તેવું સાંભળતા જ વ્યાજખોર બાબુ રાવળ એકદમ ઉશ્કેરાઈ ગયો હતો. તે પોતાની સાથે પ્લાસ્ટિકની ડોલમાં લાવેલું વલનશીલ પ્રવાહી પિન્કીબેન પર છાંટી દીધું હતું અને દિવાસળી સળગાવી તેમના પર ફેંકી દીધી હતી. ક્ષણવારમાં જ મહિલા કપડાં સહિત આખા શરીરે ગંભીર રીતે સળગી ઉઠી હતી.મહિલાની ચીસો અને બૂમાબૂમ સાંભળીને આજુબાજુના સ્થાનિક લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને આગ ઓલવવાનો પ્રયત્ન કર્યેા હતો. ત્યારબાદ પીડિત મહિલાને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે અત્યતં નાજુક હાલતમાં ધારપુર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

ઘટનાની ગંભીરતાને જોતાં પાટણ સીટી 'એ' ડિવિઝન પોલીસ તુરતં હોસ્પિટલ પહોંચી હતી અને ગંભીર રીતે દાઝેલી મહિલાનું નિવેદન નોંધી આગળની કાયદાકીય પ્રક્રિયા હાથ ધરી હતી. પોલીસે આરોપી બાબુ રાવળ વિદ્ધ નાણાંની ધીરધાર અધિનિયમ અને જાનથી મારી નાખવાના પ્રયાસ હેઠળ ગુનો નોંધ્યો હતો. જોકે, હોસ્પિટલમાં સારવાર દરમિયાન પિન્કીબેનનું કણ મોત નીપજતાં પોલીસે બાબુ રાવળ વિદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ ૩૦૨ (હત્યા) હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

આ ઘટના માત્ર એક ગુનો નથી પરંતુ એક ગરીબ પરિવારની બરબાદીની અત્યતં કણ દાસ્તાન છે. મૃતક પિન્કીબહેનના પતિનું આશરે છ વર્ષ પહેલાં અવસાન થઈ ચૂકયું હતું. પતિના અવસાન બાદ તેઓ એકલા હાથે સંઘર્ષ કરીને પોતાના બે માસૂમ સંતાનોનું પેટ ભરતા હતા. પિતાની છત્રછાયા ગુમાવ્યા બાદ હવે ક્રૂર વ્યાજખોરના લીધે સંતાનોએ પોતાની વ્હાલસોયી માતા પણ ગુમાવી દીધી છે, જેથી બંને બાળકો અનાથ બનતા પરિવાર પર દુ:ખનો પહાડ તૂટી પડો છે.