ઘટના@પાટણ: જિલ્લા પંચાયતના કેપ્ટનની પસંદગી સાથે જ વિપક્ષ મજબૂત, લેખિતમાં વાંધો રજૂ

અટલ સમાચાર ડોટ કોમ, પાટણ પાટણ જીલ્લા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી પ્રક્રિયા શરૂ થતાં જ શાસક સામે વિપક્ષ ઉભરી આવ્યો છે. ચૂંટણી ખોટી રીતે યોજાઇ હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસી સભ્યોએ રજૂઆત કરી છે. મુખ્ય જીલ્લા ચૂંટણી અધિકારીને પાઠવેલા આવેદનપત્રમાં અધ્યાસી અધિકારીએ ખોટી રીતે સામેના પક્ષના સદસ્યોને વધુ સમય આપ્યો હોવાનો આક્ષેપ કર્યો છે. મિટીંગ સમય કરતાં
 
ઘટના@પાટણ: જિલ્લા પંચાયતના કેપ્ટનની પસંદગી સાથે જ વિપક્ષ મજબૂત, લેખિતમાં વાંધો રજૂ

અટલ સમાચાર ડોટ કોમ, પાટણ

પાટણ જીલ્લા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી પ્રક્રિયા શરૂ થતાં જ શાસક સામે વિપક્ષ ઉભરી આવ્યો છે. ચૂંટણી ખોટી રીતે યોજાઇ હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસી સભ્યોએ રજૂઆત કરી છે. મુખ્ય જીલ્લા ચૂંટણી અધિકારીને પાઠવેલા આવેદનપત્રમાં અધ્યાસી અધિકારીએ ખોટી રીતે સામેના પક્ષના સદસ્યોને વધુ સમય આપ્યો હોવાનો આક્ષેપ કર્યો છે. મિટીંગ સમય કરતાં ભાજપના સભ્યો 30 મીનીટ મોડા આવ્યા છતાં પ્રવેશ આપ્યો હોવાનું કહ્યું છે. આ અંગે કોંગ્રેસી સભ્યોએ વાંઘો ઉઠાવ્યો છતાં મિટીંગનું સંચાલન કરી માત્ર સત્તાધારી પક્ષને ફાયદો અપાવવાના બદઇરાદે મિટીંગ પ્રક્રિયા કરી હોવાનો આક્ષેપ કરતાં હડકંપ મચી ગયો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ઘટના@પાટણ: જિલ્લા પંચાયતના કેપ્ટનની પસંદગી સાથે જ વિપક્ષ મજબૂત, લેખિતમાં વાંધો રજૂ

ઉત્તર ગુજરાતની પાટણ જીલ્લા પંચાયતમાં આજે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાઇ હતી. જેમાં કોંગ્રેસ પક્ષના સભ્યોએ ભારે આક્રોશ સાથે ગંભીર આક્ષેપો રજૂ કરી મુખ્ય જીલ્લા ચૂંટણી અધિકારીને આવેદનપત્ર આપ્યુ છે. જે મુજબ આજે સવારે 11 વાગ્યે કોંગ્રેંસના કુલ 11 સભ્યો મિટીંગ હોલમાં હાજર હોઇ કોરમ થઇ જવાનો દાવો કરી અધ્યાસી અધિકારીની ભૂમિકા ઉપર સવાલો ઉભા કર્યા છે. આ દરમ્યાન મિટીંગની કાર્યવાહી શરૂ કરવા જણાવ્યું હતુ. જોકે અધ્યાસી અધિકારી કોઇ એક રાજકીય પક્ષ માટે કામ કરતાં હોય એવી રીતે સમય વિતી ગયેલ છતાં મોડા આવનાર સભ્યોને પ્રવેશ આપ્યો હતો. જેમાં ભાજપના સદસ્યો મિંટીગના સમય કરતાં ત્રીસ મિનીટ મોડા પહોંચ્યાં છતાં પ્રવેશ આપ્યો હોવાનો આક્ષેપ કરતાં અનેક સવાલો ઉભા થયા છે.

ઘટના@પાટણ: જિલ્લા પંચાયતના કેપ્ટનની પસંદગી સાથે જ વિપક્ષ મજબૂત, લેખિતમાં વાંધો રજૂ

સૂત્રોએ જણાવ્યું હતુ કે, ભારે દોડધામ વચ્ચે આજે પાટણ જીલ્લા પંચાયતના પ્રમુખ તરીકે મકવાણા ભાનુમતિબેન અને ઉપપ્રમુખ તરીકે ઠાકોર સાંકાજીની વરણી કરવામાં આવી છે. જેમાં કોંગ્રેસે સમગ્ર પ્રક્રિયા ખોટી રીતે થઇ હોવાનો ગંભીર આક્ષેપ કરી મુખ્ય ચૂંટણી અધિકારીને રજૂઆત કરી છે. આ સાથે પંચાયત ધારાની જોગવાઇઓ વિરૂધ્ધ સમગ્ર પ્રક્રિયા થઇ હોવાનો આક્ષેપ કરી કડક શબ્દોમાં વિરોધ રજૂ કર્યો છે. આ સાથે ગેરબંધારણિય રીતે મિટીંગની કાર્યવાહીને રદ્દ કરવાની પણ માંગ કરી છે.

ઘટના@પાટણ: જિલ્લા પંચાયતના કેપ્ટનની પસંદગી સાથે જ વિપક્ષ મજબૂત, લેખિતમાં વાંધો રજૂ