ઘટના@રાધનપુર: તેલ ભરેલા ટેન્કર અને ટ્રેલર વચ્ચે અકસ્માત, તેલ લેવા પડાપડી

અટલ સમાચાર,રાધનપુર કોરોના મહામારી વચ્ચે આજે સવારે રાધનપુર-વારાહી હાઇવે પર ટેન્કર અને ટ્રેલર વચ્ચે માર્ગ અકસ્માતની ઘટના સામે આવી હતી. જેમાં તેલ ભરેલું ટેન્કર પલટી મારી જતાં આસપાસના લોકોએ તેલ લેવા રીતસરની પડાપડી કરી હોવાના દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા. આ તરફ ટેન્કર ચાલકને ગંભીર ઇજાઓ પહોંચતાં તાત્કાલિક અસરથી તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.
 
ઘટના@રાધનપુર: તેલ ભરેલા ટેન્કર અને ટ્રેલર વચ્ચે અકસ્માત, તેલ લેવા પડાપડી

અટલ સમાચાર,રાધનપુર

કોરોના મહામારી વચ્ચે આજે સવારે રાધનપુર-વારાહી હાઇવે પર ટેન્કર અને ટ્રેલર વચ્ચે માર્ગ અકસ્માતની ઘટના સામે આવી હતી. જેમાં તેલ ભરેલું ટેન્કર પલટી મારી જતાં આસપાસના લોકોએ તેલ લેવા રીતસરની પડાપડી કરી હોવાના દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા. આ તરફ ટેન્કર ચાલકને ગંભીર ઇજાઓ પહોંચતાં તાત્કાલિક અસરથી તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. અકસ્માતની જાણ થતાં સ્થાનિક પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ઘટના@રાધનપુર: તેલ ભરેલા ટેન્કર અને ટ્રેલર વચ્ચે અકસ્માત, તેલ લેવા પડાપડી

પાટણ જીલ્લાના રાધનપુર-વારાહી હાઇવે પર વહેલી સવારે માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. કંડલાથી તેલ ભરી કાનપુર જતાં ટેન્કર અને રોંગસાઇડમાં આવતાં ટ્રેલર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં તેલ ભરેલું ટેન્કર પલટી મારી જતાં ટેન્કરમાંથી તેલ રસ્તા પર વહેતું થયુ હતુ.

ઘટના@રાધનપુર: તેલ ભરેલા ટેન્કર અને ટ્રેલર વચ્ચે અકસ્માત, તેલ લેવા પડાપડી
જાહેરાત

આ તરફ ઘટનાની જાણ થતાં આસપાસના રહીશો તેલ લેવા વાસણો અને કેરબા લઇ ઉમટી પડ્યા હતા. ઘટનાને લઇ સ્થાનિક પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ઘટના@રાધનપુર: તેલ ભરેલા ટેન્કર અને ટ્રેલર વચ્ચે અકસ્માત, તેલ લેવા પડાપડી

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, કંડલાથી કાચુ તેલ ભરી ચાલક ટેન્કર લઇ કાનપુર તરફ જઇ રહ્યો હતો. આ દરમ્યાન નેશનલ હાઇવે નંબર 27 ઉપરના ખાડાને કારણે ટેન્કર અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યુ છે.

ઘટના@રાધનપુર: તેલ ભરેલા ટેન્કર અને ટ્રેલર વચ્ચે અકસ્માત, તેલ લેવા પડાપડી

અંદાજીત 40 ટન જેટલું તેલ ભરીને જતાં ટેન્કરને અકસ્માત થયા બાદ ચાલકને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેને લઇ તેને તાત્કાલિક અસરથી સારવાર અર્થે ખસેડાયો હતો. આ તરફ સ્થાનિકોએ તેલ લેવા માટે પણ દોડાદોડી કરી હોવાના દ્રશ્યો પણ કેમેરામાં કેદ થયા છે.