ઘટના@રાધનપુર: યુવતિ સાથે સગાઇ કેમ કરી ? તેવું કહી યુવક પર ધારીયાથી હુમલો

અટલ સમાચાર ડોટ કોમ, રાધનપુર રાધનપુરમાં સ્થાનિક યુવકે પંથકની યુવતિ સાથે સગાઇ કેમ કરી તેવું કહી ઇસમે ધારીયાથી હુમલો કર્યાની ઘટના સામે આવી છે. પ્રાથમિક વિગતો મુજબ શહેરમાં એક ઇસમે સ્થાનિક યુવકને તે કેમ યુવતિ સાથે સગાઇ કરી ? તેવું કહી ગાળાગાળી શરૂ કરી હતી. જેથી ફરીયાદી યુવકે ગાળો બોલવાની ના પાડતાં ઇસમે ઉશ્કેરાઇ જઇ
 
ઘટના@રાધનપુર: યુવતિ સાથે સગાઇ કેમ કરી ? તેવું કહી યુવક પર ધારીયાથી હુમલો

અટલ સમાચાર ડોટ કોમ, રાધનપુર

રાધનપુરમાં સ્થાનિક યુવકે પંથકની યુવતિ સાથે સગાઇ કેમ કરી તેવું કહી ઇસમે ધારીયાથી હુમલો કર્યાની ઘટના સામે આવી છે. પ્રાથમિક વિગતો મુજબ શહેરમાં એક ઇસમે સ્થાનિક યુવકને તે કેમ યુવતિ સાથે સગાઇ કરી ? તેવું કહી ગાળાગાળી શરૂ કરી હતી. જેથી ફરીયાદી યુવકે ગાળો બોલવાની ના પાડતાં ઇસમે ઉશ્કેરાઇ જઇ ધારીયું મારવા જતાં ડાબા હાથે અને ડાબા ખભે ઉંઘુ ધારીયું માર્યુ હતુ. આ સાથે યુવકની માતાને પણ ગડદાપાટુનો માર મારતાં ઇસમ સામે રાધનુપર પોલીસ મથકે ફરીયાદ નોંધાઇ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ જીલ્લાના રાધનપુરમાં યુવતિ સાથે સગાઇને લઇ યુવક પર હુમલાની ઘટના સામે આવી છે. શહેરના વોહરાવાસમાં રહેતાં અબદુલમાજીદ મેહબુબમીયાં અરબે ગત દિવસોએ પંથકની યુવતિ સાથે સગાઇ કરી હતી. જે બાદમાં રાધનપુરના પરા વિસ્તારમાં રહેતાં તોફીક અબદુલરજાક ઘાંચી ગઇકાલે રાત્રે અબદુલરજા ઘાંચીના ઘરે આવી ચડ્યો હતો. જ્યાં તે યુવતિ સાથે સગાઇ કેમ કરી ? તેવું કહી ગાળાગાળી શરૂ કરી હતી. જેથી યુવકે ગાળો બોલવાની ના પાડતાં ઇસમે ઉશ્કેરાઇ જઇ ધારીયુ મારવા જતાં યુવકે ડાબો હાથ ઉંચો કરતાં ડાબા હાથની આંગળીઓ અને ડાબા ખભે ઉંધુ ધારીયું માર્યુ હતુ.

ઘટના@રાધનપુર: યુવતિ સાથે સગાઇ કેમ કરી ? તેવું કહી યુવક પર ધારીયાથી હુમલો

સૂત્રોએ જણાવ્યું હતુ કે, રાધનપુરમાં નજીવી બાબતે યુવકને ધારીયું મારતાં ચકચાર મચી ગઇ છે. આ તરફ ઘટના વખતે યુવકની માતાના હબીબાખાતુ વચ્ચે પડતાં તેમને પણ ઇસમે ગડદાપાટુનો માર માર્યો હતો. આ તરફ હોબાળો થતાં પાડોશીઓએ વચ્ચે પડે તેઓને વધુ મારમાંથી છોડાવ્યાં હતા. ઇસમે જતાં-જતાં યુવકને ધમકી આપી હતી કે, જો તે યુવતિ સાથે લગ્ન કર્યા તો તને જાનથી મારી નાંખીશ. સમગ્ર મામલે રાધનપુર પોલીસે ઇસમ સામે આઇપીસી 323, 324, 504, 506(2), 294(b) અને જીપીએ કલમ 135 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે