ઘટના@રાજસ્થાન: સેલ્ફી લેવાના ચક્કરમાં અમદાવાદના યુવાનનું 300 ફૂટ ઊંડી ખીણમાં ખાબકતાં મોત

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
અમદાવાદના ત્રણ મિત્રો રાજસ્થાનના માઉન્ટ આબુમાં ફરવા ગયા હતા. રસ્તામાં સેલ્ફી લેવાના ચક્કરમાં એક યુવાન 300 ફૂટ ઊંડી ખીણમાં ખાબક્યો હતો. પોલીસની મદદથી યુવકને ગંભીર હાલતમાં બહાર કાઢ્યામાં આવ્યા હતો. આ યુવકને દવાખાને લઈ જતા રસ્તામાં મોત નીપજ્યું હતું. આ મામલે પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
અમદાવાદ ખાતેથી ત્રણ મિત્રો રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટ આબુથી સાત કિલોમીટર દૂર રસ્તામાં આવતા હનુમાનજી મંદિર પાસે સેલ્ફી લેતા હતા. ત્યારે અચાનક બિપિન પટેલ નામના યુવકનો પગ લપસી જતા 300 ફૂટ ઊંડી ખાઈમા પટકાયો હતો. મિત્ર ખાઈમાં પટકાતા સાથી મિત્રોએ પોલીસને જાણ આવી હતી. કરતાં સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે સ્થાનિક લોકોની મદદથી ખીણમાં પડેલાં બિપિન પટેલને ગંભીર રીતે ઈજાગ્રસ્ત હાલતમાં બહાર કાઢ્યો હતો. યુવક ને તાત્કાલિક સારવાર માટે દવાખાને લઈ જવામાં આવતા રસ્તામાં જ મોત નીપજ્યું હતું.