ઘટના@રાજકોટ: ધોરાજીના સુપેડી ગામ નજીક ગંભીર અકસ્માત સર્જાતા 4 લોકોના કમકમાટીભર્યા મોત

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજકોટમાં ધોરાજીના સુપેડી ગામ નજીક ગંભીર અકસ્માત સર્જાતા 4 લોકોના કમકમાટીભર્યા મોત નિપજયા છે. જ્યારે અન્ય બે લોકો ગંભીરપણે ઘાયલ હોવાનું સામે આવ્યું છે. બંને ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. કારચાલકે કાબૂ ગુમાવતા અકસ્માત બન્યો હોવાનું પ્રાથમિક નજરે દેખાય છે. પોલીસે હાલમાં અકસ્માત મામલે વધુ તપાસ હાથ ધરી છે.
રાજકોટ જિલ્લાનાં ધોરાજીથી સુપેડી ગામ જવાના રસ્તેથી પસાર થતી ઇનોવા કાર પસાર થતી હતી. આ ઈનોવા કારમાં છ વ્યક્તિ સવાર હતા અને કોઈ કારણસર કાચ અચાનક ધડાકાભેર એક ઝાડ સાથે અથડાતા ગંભીર અકસ્માત બનવા પામ્યો. આ અકસ્માતમાં ડ્રાઈવર સહિત અન્ય એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી હતી. જયારે અકસ્માત એટલો ગંભીર હતો કે ચાર વ્યક્તિઓના ઘટના સ્થળ પર જ કમકમાટીભર્યા મોત નિપજયા. અકસ્માતને પગલે સ્થાનિકો ભેગા થઈ ગયા અને પોલીસને આ ઘટનાની જાણ કરી. અકસ્માતના બનાવની માહિતી મળતા જ ધોરાજી પોલીસ તંત્ર અને નેશનલ હાઇવે ની એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પંહોચી.
ગઈકાલે રાજ્યભરમાં અનેક સ્થાનો પર વાવાઝોડાએ તબાહી મચાવી હતી. માર્ગો પર ધૂળની ડમરીઓ ઉડતા વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડયો હતો. સંભવત જોરદાર પવનના કારણે ઇનાવો ચાલકે કાબુ ગુમાવતા કાર ઝાડ સાથે અથડાઈ હોવાનું પોલીસનું માનવું છે. પોલીસ અકસ્માતના સ્થાન પર પંહોચી બે ઇજાગ્રસ્તને ગંભીર ઇજા પંહોચી હતી તેમને 108 એમ્બ્યુલન્સમાં મોકલી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કર્યા. અને મૃત્યુ પામેલા ચાર વ્યક્તિના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ધોરાજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા.