ઘટના@રાજકોટઃ ઉત્તરાયણ પહેલા યુવકને ગળામાં પતંગની દોરી ભરાતા કરૂણ મોત

અટલ સમાચાર, ડેસ્ક કોરોના સંકટ વચ્ચે ઉત્તરાયણ નજીક આવતાની સાથે પતંગના દોરાથી અનેક દૂર્ઘટનાઓ સર્જાતી હોય છે. જેમા અનેક પક્ષીઓ તેમજ મનુષ્યોએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવતો હોય છે. ત્યારે ફરી એક વખત રાજકોટ શહેરમાં ઉત્તરાયણનો પર્વ નજીક આવતા દુઃખદ બનાવ સામે આવ્યો છે. રાજકોટ શહેરના મવડી વિસ્તારમાં આવેલા ન્યુ ગોપાલ પાર્ક શેરી નંબર 2માં
 
ઘટના@રાજકોટઃ ઉત્તરાયણ પહેલા  યુવકને ગળામાં પતંગની દોરી ભરાતા કરૂણ મોત

અટલ સમાચાર, ડેસ્ક

કોરોના સંકટ વચ્ચે ઉત્તરાયણ નજીક આવતાની સાથે પતંગના દોરાથી અનેક દૂર્ઘટનાઓ સર્જાતી હોય છે. જેમા અનેક પક્ષીઓ તેમજ મનુષ્યોએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવતો હોય છે. ત્યારે ફરી એક વખત રાજકોટ શહેરમાં ઉત્તરાયણનો પર્વ નજીક આવતા દુઃખદ બનાવ સામે આવ્યો છે. રાજકોટ શહેરના મવડી વિસ્તારમાં આવેલા ન્યુ ગોપાલ પાર્ક શેરી નંબર 2માં રહેતા બકરાણીયા પરિવારના વિપુલભાઈ નામના 39 વર્ષીય વ્યક્તિને ગળાના ભાગે પતંગની દોરી વાગવાને કારણે મોત નિપજ્યું છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રાજકોટ શહેરમાં પતંગની દોરી ગળાના ભાગે વાગવાના કારણે વિપુલભાઈ બકરાણીયા નામના વ્યક્તિનું મોત નિપજ્યું છે. ત્યારે આજરોજ તેમના અંતિમ સંસ્કાર પણ કરવામાં આવ્યા છે. સમગ્ર મામલે વિપુલભાઈના પરિવારે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, વિપુલભાઈ બકરાણીયા ગોપાલ પાર્કમાં સંયુક્ત પરિવારમાં રહેતા હતા. વિપુલભાઈ અને તેમના મોટા ભાઈ ભરતભાઈ છૂટક મિસ્ત્રી કામ કરીને પરિવારનું આર્થિક ગુજરાન ચલાવતા હતા. ત્યારે વિપુલભાઈના પરિવારમાં સંતાનમાં છ વર્ષની જીયા નામની દીકરી છે. ત્યારે પિતાનું પતંગની દોરી વાગવાથી મોત થતાં વહાલસોયી દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવવાનો વારો આવ્યો છે.’ મીડિયા સાથેની વાતચીતમાં પરિવારના સભ્યોએ જણાવ્યું હતું કે, ‘સરકારે ઘાતક દોરી પર પ્રતિબંધ લગાવવો જોઈએ.’

સુત્રોએ જણાવ્યુ હતુ કે, વિપુલભાઈ સરિતા વિહાર નામની સોસાયટીમાંથી પોતાનું મિસ્ત્રી કામ કરીને ઘરે પરત ફરી રહ્યા હતા. ત્યારે નાના મહુવા રોડ પર આવેલી સત્યમ પાર્ટી પ્લોટની નજીક પતંગની દોરી તેમના ગળાના ભાગે વાગવાથી ગળું કપાવાથી તેમનું મોત નીપજયું હતું. ત્યારે સમગ્ર મામલે ઘટનાની જાણ થતા તાલુકા પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો. તો ઘટનાસ્થળે દોડી ગયેલી પોલીસે સૌપ્રથમ જરૂરી પંચનામાની કાર્યવાહી તેમજ પંચનામાની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ લાશને પોસ્ટ મોર્ટમ અર્થે શહેરના પીએમ રૂમ ખાતે ખસેડવામાં આવી હતી.