ઘટના@રાજકોટ: માતા-પિતા માટે લાલબતી સમાન કિસ્સો, સ્વિમિંગ પૂલમાં ડૂબી જતા ભાઈ બહેનના મોત
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજકોટમાંથી હચમચાવી નાંખે તેવી ઘટના સામે આવી છે. શહેરના રૈયાધાર વિસ્તારમાં આવેલા સોપાન હાઇટ્સમાં સ્વિમિંગ પૂલમાં ડૂબી જતા ભાઈ બહેનના મોત થયા છે.7 વર્ષીય દિપેશ ભંડારી અને 5 વર્ષીય દીપિક્ષા ભંડારીના મોત થયા છે.સગા ભાઈ બહેનના મોતથી નેપાળી પરિવારમાં શોકનો માહોલ છે. યુનિવર્સિટી પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. પહેલા બહેન સ્વીમિંગ પૂલમાં જાય છે. જ્યારે તે ડુબવા લાગે છે. ત્યારે ભાઈ તેને બચાવવાનો પ્રયાસ કરતો જોવા મળે છે. ભાઈ પણ બચાવવા માટે સ્વીમિંગ પૂલમાં પડે છે ત્યારે બંન્ને ભાઈ બહેનોના મૃત્યું થયા છે. માતા-પિતા માટે આ લાલબતી સમાન કિસ્સો છે કારણ કે, આજકાલ અલગ અલગ સોસાયટી અને ફ્લાઈટમાં સ્વીમિંગ પૂલની સુવિધા સામાન્ય થઈ ચૂકી છે. ત્યારે સ્વીમિંગ પૂલ સેફ્ટી રાખવી ખુબ જરુરી છે. પોલીસ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. બંન્ને ભાઈ-બહેનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે.

