ઘટના@રાજકોટ: ગેમઝોનમાં આગ લાગતા મચી અફરાતફરી, 22 લોકો જીવતા ભૂંજાયા

 
આગ
આગ લાગતા ગેમઝોન બળીને ખાખ થયો છે. 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજકોટ ગેમઝોનમાં લાગેલી આગની ઘટનામાં ગેમ ઝોનના ACમાં પ્રચંડ ધડાકો થયો હતો. પ્રચંડ ધડાકા ગેમઝોનમાં ફેલાયો બાદમાં ધૂમાડાના ગોટે ગોટા વળ્યા હતા. આગ અને ધૂમાડા બાદ ગેમઝોનમાં અફરાતફરી સર્જાઇ હતી. જોતજોતામાં આગે ધારણ કર્યું હતું. વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. ACમાં શોટસર્કિટ બાદ ફેબ્રિકેશનમાં આગ લાગી હતી. આગ અને ધૂમાડાથી બચવા લોકોમાં નાસભાગ મચી હતી.રાજકોટમાં નાનામોવા રોડ પર ગેમઝોનમાં લાગેલી ભીષણ આગમાં 22 લોકોના મોત થયા છે.

સયાજી હોટલ પાસે TRP ગેમઝોનમાં આગ લાગતા અફરાતફરી મચી હતી. આગની ઘટનામાં બે બાળકો સહિત 22 લોકોના મોત થયા છે. એક કિમી સુધી ધુમાડાના ગોટે ગોટા દેખાયા છે. આગની ઘટનામાં મૃત્યુઆંક હજુ વધવાની આશંકા છે.ફાયર વિભાગની ટીમ દ્વારા આગ પર કાબુ મેળવવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હતા. આગ લાગતા ગેમઝોન બળીને ખાખ થયો છે. અમદાવાદના TRP ગેમઝોન બાદ રાજકોટના TRP ગેમઝોનમાં આગ લાગી છે.

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે તપાસના આદેશ આપ્યા છે. TRP ગેમઝોનમાં આગની ઘટના વિશે મુખ્યપ્રધાને માહિતી લીધી. રાજકોટ જિલ્લા કલેક્ટર પાસેથી ફોન દ્વારા સ્થિતિ અંગે માહિતી મેળવી. CM ભૂપેન્દ્ર પટેલે આગની ઘટના અંગે તાગ મેળવ્યો. સમગ્ર વહીવટી તંત્રને તાત્કાલિક ધોરણે યોગ્ય કવાયત કરવા આદેશ અપાયા છે. ઈજાગ્રસ્તો તાત્કાલિક સારવાર મળે તે માટે જરૂરી પગલાં લેવા નિર્દેશ કરાયો છે.