ઘટના@રાજકોટ: જેતપુર પંથકના મોટા ભાગના ગામડાઓમાં ભેદી ધડાકા સાથે ધરા ધ્રુજી, લોકોમાં ભયનો માહોલ
ચાંપરાજપુર, જેતલસર, ખીરસરા ગામમાં ભેદી ધડાકાનો અવાજ સંભળાયો હતો
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજકોટના જેતપુર પંથકમાં ભેદી ધડાકાના અવાજ સંભળાયો હોવાની ઘટના બની છે. જેતપુરના ચાંપરાજપુર, જેતલસર, ખીરસરા ગામમાં ભેદી ધડાકાનો અવાજ સંભળાયો હતો. ગ્રામ્ય વિસ્તારના મોટા ભાગના ગામડાઓમાં ભેદી ધડાકા સાથે ધરા ધ્રુજી હોવાની ઘટના સામે આવી છે.રાજ્યમાં ઘણીવાર ભેદી ધડાકાની ઘટના બનતી હોય છે.
આવી જ એક ઘટના રાજકોટના જેતપુર પંથકમાં બની છે. જેતપુર પંથકમાં ભેદી ધડાકાના અવાજ સંભળાયો હોવાની ઘટના બની છે.એ વિસ્તારમાં રહેતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. જેતપુરના ચાંપરાજપુર, જેતલસર, ખીરસરા ગામમાં ભેદી ધડાકાનો અવાજ સંભળાયો હતો. ગ્રામ્ય વિસ્તારના મોટા ભાગના ગામડાઓમાં ભેદી ધડાકા સાથે ધરા ધ્રુજી હોવાની ઘટના સામે આવી છે. તેમજ ટીડીઓ દ્વારા ભેદી ધડાકા અંગે તલાટીઓ પાસેથી રીપોર્ટ મંગાવ્યો છે.