ઘટના@રાજકોટ: પોલીસકર્મીએ ડંડા પછાડી શાકભાજી રોડ પર ફેંકી દીધી, વીડિયો વાયરલ

અટલ સમાચાર, રાજકોટ કોરોના મહામારી વચ્ચે રાજકોટમાં એક પોલીસકર્મી પાથરણું પાથરીને રોડ પર શાકભાજી વેચતાં લોકો સામે રોફ જમાવી રહ્યાનો વીડિયો સામે આવ્યો છે. છે. પોલીસકર્મી લાતો મારીને શાકભાજીને રોડ પર ઢોલી રહ્યો છે. વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે પોલીસ કર્મી ડંડો લઈને જઈ રહ્યો છે અને પાથરણા પાથરીને શાકભાજી વેચતા લોકોનું શાકભાજી
 
ઘટના@રાજકોટ: પોલીસકર્મીએ ડંડા પછાડી શાકભાજી રોડ પર ફેંકી દીધી, વીડિયો વાયરલ

અટલ સમાચાર, રાજકોટ

કોરોના મહામારી વચ્ચે રાજકોટમાં એક પોલીસકર્મી પાથરણું પાથરીને રોડ પર શાકભાજી વેચતાં લોકો સામે રોફ જમાવી રહ્યાનો વીડિયો સામે આવ્યો છે. છે. પોલીસકર્મી લાતો મારીને શાકભાજીને રોડ પર ઢોલી રહ્યો છે. વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે પોલીસ કર્મી ડંડો લઈને જઈ રહ્યો છે અને પાથરણા પાથરીને શાકભાજી વેચતા લોકોનું શાકભાજી રસ્તા પર જ ઢોળી દે છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રાજકોટના જ્યુબિલિ શાકમાર્કેટ રોડ પર પોલીસકર્મીની દાદાગીરી સામે આવી છે. પોલીસકર્મીએ શાકભાજી વેચીને પરિવારનું ગુજરાન ચલાવતા લોકો પર રોફ જમાવ્યો હતો. આ અંગેનો વીડિયો પણ વાયરલ થયો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે એક પોલીસકર્મી હાથમાં દંડો લઈને રસ્તા પર જઈ રહ્યો છે. આ દરમ્યાન રસ્તા પર જે-જે લોકો શાકભાજી વેચી રહ્યા છે તેમના શાકભાજીને પગથી લાતો મારીને રસ્તા પર ઢોળી રહ્યો છે. આ ઉપરાંત એક જગ્યાએ તે શાકભાજી તોલવાના ત્રાજવાને પણ લાત મારે છે.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, સમગ્ર ઘટનાનો વીડિયો કોઈએ પોતાના મોબાઇલમાં ઉતારી લીધો હતો. હાલ આ વીડિયો વાયરલ થયો છે અને ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, શાકભાજી વેચતા મોટાભાગને લોકો શાકભાજીના પોટલા બાંધીને જઈ રહ્યા હોય છે. વાયરલ થયેલા વીડિયોમાં તો પોલીસકર્મી સૂચના આપવાને બદલે શાકભાજી જ રોડ પર ઢોળી દે છે. આ વીડિયો ઉચ્ચ પોલીસ અધિકારીઓના ધ્યાને આવતાં તપાસના આદેશ કરી દેવામાં આવ્યા છે. આ પોલીસકર્મી કોણ છે તેની ઓળખ કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.