ઘટના@રાજકોટ: ચાર દિવસથી ગુમ પિતા પુત્રના મૃતદેહ ગામના વોકડામાંથી મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજકોટના પડધરી તાલુકાના ખોખરી ગામમાં 4 દિવસથી ગુમ થયેલા પિતા પુત્રના મૃતદેહ ગામના વોકડામાંથી મળી આવતા સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે. હાલ પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે. ખોખરી ગામના 27 વર્ષીય રાજેશ ડાવર અને તેમનો છ વર્ષીય પુત્ર અરુણ ડાવર 16મી જાન્યુઆરીના રોજ ગુમ થયા હતા.
પરિવારજનોએ તેમની શોધખોળ હાથ ધરી હતી, પરંતુ કોઈ પત્તો લાગ્યો નહોતો. તપાસ દરમિયાન આજે ગામના વોકડામાંથી બંનેના મૃતદેહ મળી આવ્યા હતા. આ ઘટનાની જાણ થતા જ ગ્રામજનોના ઉમટી પડ્યા હતા અને પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.હાલ પડધરી પોલીસે બંને મૃતદેહોનો કબજો મેળવીને પીએમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ ઘટના અકસ્માત છે કે કંઈક બીજું તે અંગે હાલ અનેક તર્ક-વિતર્ક થઈ રહ્યા છે.

