ઘટના@રાજકોટ: કેરીની બજારમાં ભડભડ સળગ્યો ટ્રક, વિડીયો વાયરલ

અટલ સમાચાર,ડેસ્ક રાજકોટના મેંગો માર્કેટમાં આવેલી સવારના હરાજી થતી હોય છે. ત્યારે આ સમયે મોટી સંખ્યામાં કેરી લઈને આવેલા ટ્રક ડ્રાઇવર તેમજ વેપારીઓ દલાલો અને ગ્રાહકો હાજર હોય છે. ત્યારે રાજકોટના ગ્રીનલેન્ડ ચોકડીથી થોડે દૂર આવેલા મેંગો માર્કેટ માં આગજની નો બનાવ સામે આવ્યો હતો. મેંગો માર્કેટ માં ઉભેલા ટ્રકમાં અચાનક આગ લાગી હતી. ટ્રકમાં
 
ઘટના@રાજકોટ: કેરીની બજારમાં ભડભડ સળગ્યો ટ્રક, વિડીયો વાયરલ

અટલ સમાચાર,ડેસ્ક

રાજકોટના મેંગો માર્કેટમાં આવેલી સવારના હરાજી થતી હોય છે. ત્યારે આ સમયે મોટી સંખ્યામાં કેરી લઈને આવેલા ટ્રક ડ્રાઇવર તેમજ વેપારીઓ દલાલો અને ગ્રાહકો હાજર હોય છે. ત્યારે રાજકોટના ગ્રીનલેન્ડ ચોકડીથી થોડે દૂર આવેલા મેંગો માર્કેટ માં આગજની નો બનાવ સામે આવ્યો હતો. મેંગો માર્કેટ માં ઉભેલા ટ્રકમાં અચાનક આગ લાગી હતી. ટ્રકમાં આગ લાગતા ની સાથે આજુબાજુમાં ઊભેલા લોકોમાં નાસભાગ મચી જવા પામી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રાજકોટમાં ટ્રકમાં આગ લાગતા માલિક તેમજ રઘુવીર ટ્રાન્સપોર્ટના સંચાલક ભૂપતસિંહ દ્વારા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડને જાણ કરાતા બી ડિવિઝન ફાયર બ્રિગેડનો સ્ટાફ ઘટના સ્થળે તાત્કાલીક અસરથી દોડી ગયો હતો. જે બાદ ટ્રકમાં લાગેલી આગને કાબૂમાં લેવામાં આવી હતી. આ મામલે સદનસીબે કોઇ જાનહાની થવા પામી નથી.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, ઉનાળાની ઋતુમાં આ પ્રકારે વાહનો ની અંદર શોર્ટ સર્કિટના કારણે આગજનીના બનાવો બનતા હોય છે. બે મહિના પૂર્વે રાજકોટ શહેર તેમજ જિલ્લામાં માત્ર એક જ અઠવાડિયામાં ત્રણ જેટલા આગજનીના બનાવો બન્યા હતા. જે પૈકી એક આગજનીના બનાવ ખુદ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુની લાખેણી કાર સાથે પણ બન્યો હતો.