ઘટના@સાબરકાંઠા: તબેલામાં ગાયની હત્યા કરી કોઈ શખ્સ માથું કાપીને લઈ જતા હિંદુ સંગઠનો અને સ્થાનિકોમાં રોષ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
સાબરકાંઠાના વડાલી તાલુકાના નાદરી ગામમાં પશુપાલકના તબેલામાં રહેલી ગાયનું કોઈ શખ્સ માથું કાપીને લઈ જતા VHP સહિત હિંદુ સંગઠનો અને સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ કેસમાં પોલીસે ફરિયાદ નોંધીને ડૉગ સ્ક્વોડની મદદથી આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. આ આરોપીઓને બને એટલા જલ્દી પકડી લેવા હિંદુ આગેવાનોએ માગ કરી છે. વડાલીના નાદરી ગામે પશુપાલકના તબેલામાં રહેલી ગાયની નિર્મમ હત્યા કરી તેના મસ્તકની ચોરી થયાનો પ્રથમ કિસ્સો સામે આવતા સાબરકાંઠા જિલ્લામાં ભારે ખળભળાટ સર્જાયો છે.
એક તરફ રાજ્ય સરકાર દ્વારા વિવિધ આરોપીઓ સામે પાયાનું પગલાં ભરવાની કામગીરી હાથ ધરી રહી છે. બીજી તરફ નાદરી ગામના પશુપાલકના તબેલામાં રહેલી ગાયની હત્યા કરી તેનું મસ્તક અજાણ્યા વ્યક્તિઓ લઈ જતા પશુપાલક સહિત સ્થાનિક વિસ્તારમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે.હાલમાં આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે તેમજ આરોપીઓ સુધી પહોંચવા માટે ડોગ્સકોડ સહિતની ટીમો કામે લાગી છે. આગામી ટૂંક સમયમાં આ મામલે ફરાર આરોપીઓ સામે કામગીરી ન થાય તો તેના પડઘા સમગ્ર ગુજરાત દરમાં પડશે તેવી વિશ્વ હિન્દુ પરિષદે ચીમકી ઉચ્ચારી છે.