બનાવ@સમી: અકસ્માતમાં આધેડનું મોત બાદ ઇસમ દ્રારા ઘરમાં ચોરી કરવાનો પ્રયાસ, ગુનો દાખલ

અટલ સમાચાર ડોટ કોમ, શંખેશ્વર શંખેશ્વર તાલુકાના ગામે ગઇકાલે સવારે બેફામ ટ્રકની ટક્કરે કારમાં સવાર 2 લોકોના મોત થયા હતા. જે બાદમાં સમીના મૃતકના ઘરે બધા અંતિમવિધીમાં રોકાયા હોઇ એક ઇસમ ચોરી કરવાના ઇરાદે ઘરમાં ઘુસ્યો હોવાની ઘટના સામે આવી છે. જોકે પરીજનો આવી જતાં ઇસમ ધાબા ઉપર ચડીને નાસી ગયો હતો. જે બાદમાં ઘરમાં
 
બનાવ@સમી: અકસ્માતમાં આધેડનું મોત બાદ ઇસમ દ્રારા ઘરમાં ચોરી કરવાનો પ્રયાસ, ગુનો દાખલ

અટલ સમાચાર ડોટ કોમ, શંખેશ્વર

શંખેશ્વર તાલુકાના ગામે ગઇકાલે સવારે બેફામ ટ્રકની ટક્કરે કારમાં સવાર 2 લોકોના મોત થયા હતા. જે બાદમાં સમીના મૃતકના ઘરે બધા અંતિમવિધીમાં રોકાયા હોઇ એક ઇસમ ચોરી કરવાના ઇરાદે ઘરમાં ઘુસ્યો હોવાની ઘટના સામે આવી છે. જોકે પરીજનો આવી જતાં ઇસમ ધાબા ઉપર ચડીને નાસી ગયો હતો. જે બાદમાં ઘરમાં તપાસ કરતાં મેઇન દરવાજાને તોડવાનો પ્રયાસ પણ કરાયો હતો. જોકે ઘરમાંથી કોઇપણ ચીજવસ્તુની ચોરી નહીં થતાં પરીજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. સમગ્ર મામલે એક ઇસમના નામજોગ સમી પોલીસ મથકે ફરીયાદ નોંધાઇ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ જીલ્લાના શંખેશ્વર પંથકના મોટી ચંદુર ગામ નજીક ગઇકાલે સવારના સમયે સમીના પ્રજાપતિ ધનાભાઇ ત્રિભોવનદાસ અને પટેલ ડાહ્યાભાઇ ગંગારામદાસની કારને અકસ્માત નડ્યો હતો. જેમાં બંનેના મોત બાદ ડાહ્યભાઇની પુત્રી કામિનીબેન પટેલ સહિતના અંતિમક્રિયામાં રોકાયા હતા. આ તરફ રાત્રીના સમયે પરત ઘરે આવી ઘરનો લોખંડનો ડેલો ખોલી અંદર જતાં જોયેલ તો સમીનો મેમણ ઇમ્તીયાઝભાઇ ફકીરમહંમદ ત્યાં જોવા મળ્યો હતો. જોકે કામિનીબેન સહિતનાને જોઇ ઇમ્તિયાઝ ધાબા પર ચડીને નાસી છુટ્યો હતો. જે બાદમાં તપાસ કરતાં ઘરની બહારનો સરસામાન અસ્ત-વ્યસ્ત હોવાનું અને ઘરના મુખ્ય દરવાજાને કોઇ હથિયારથી દબાણ આપી ખોલવાનો પ્રયાસ કરાયો હોવાનું ખુલ્યુ હતુ.

બનાવ@સમી: અકસ્માતમાં આધેડનું મોત બાદ ઇસમ દ્રારા ઘરમાં ચોરી કરવાનો પ્રયાસ, ગુનો દાખલ

સૂત્રોએ જણાવ્યું હતુ કે, અકસ્માતમાં આધેડનું મોત થયા બાદ પરીજનો અંતિમક્રિયામાં રોકાતાં ઇસમે ચોરી કરવાના ઇરાદે પ્રવેશ કર્યો હોવાનું ખુલ્યુ છે. જોકે પરિવારે બાદમાં ઘર ખોલી તપાસ કરતાં અંદરથી કોઇ ચીજવસ્તુ નહીં ચોરાતાં રાહતનો શ્વાસ લીધો હતો. જોકે સમગ્ર મામલે મેમણ ઇમ્તિયાઝ સામે ચોરી કરવાના કોશિષ કર્યાની પોલીસ ફરીયાદ નોંધાવી છે. સમી પોલીસે ઇસમ સામે આઇપીસી 457, 380, 511 કલમ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.