ઘટના@સમી: હાઇવે પર ટ્રક પલટી, અત્યાર સુધી ત્રણ ટ્રકોને નડ્યો અકસ્માત

અટલ સમાચાર, પાટણ (હર્ષલ ઠાકર) કોરોના મહામારી વચ્ચે આજે સમી નજીક બાસ્પા-વરાણા વચ્ચે ટ્રક પલટાઈ જવાની ઘટના સામે આવી છે. જોકે અકસ્માતમાં કોઇ જાનહાનિના સમાચાર હજી સુધી સામે નથી આવ્યા. આ તરફ રાધનપુરથી સમી સુધીના રોડનું કામ ગોકળગતિએ ચાલતુ હોઇ વાહનચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આ સાથે પાકી રોડસાઈડના અભાવે અત્યાર સુધીમાં ત્રણ ટ્રકો પલટાઈ
 
ઘટના@સમી: હાઇવે પર ટ્રક પલટી, અત્યાર સુધી ત્રણ ટ્રકોને નડ્યો અકસ્માત

અટલ સમાચાર, પાટણ (હર્ષલ ઠાકર) 

કોરોના મહામારી વચ્ચે આજે સમી નજીક બાસ્પા-વરાણા વચ્ચે ટ્રક પલટાઈ જવાની ઘટના સામે આવી છે. જોકે અકસ્માતમાં કોઇ જાનહાનિના સમાચાર હજી સુધી સામે નથી આવ્યા. આ તરફ રાધનપુરથી સમી સુધીના રોડનું કામ ગોકળગતિએ ચાલતુ હોઇ વાહનચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આ સાથે પાકી રોડસાઈડના અભાવે અત્યાર સુધીમાં ત્રણ ટ્રકો પલટાઈ ચુકી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ જીલ્લાના રાધનપુરથી સમી સુધીનો રોડ પ્રવર્તમાન સમયે વાહન ચાલકો માટે જોખમી સાબિત થઈ રહ્યો છે. અગાઉ પડેલા પુષ્કળ વરસાદથી આ રસ્તો ધોવાઈ જવા પામ્યો હતો. આથી રસ્તા ઉપર મોટા-મોટા ખાડાઓ પડી ગયા હતા. આથી રોડનું નવીનીકરણ હાથ ધરવામાં આવતા સ્થાનિક ગ્રામજનો સહિત વાહનચાલકોમાં ખુશીની લહેર પ્રસરી હતી. પરંતુ મંથરગતિએ ચાલતા કામથી વાહનચાલકોને આશરે આ ૨૦ કી.મી.ના રસ્તાને પસાર કરવો પ્રવર્તમાન સમયે શિરદર્દ સમાન બની જવા પામ્યો છે. અત્યાર સુધીમાં આ માર્ગ ઉપર અલગ-અલગ જગ્યાએ ત્રણ જેટલી માલવાહક ટ્રકો પલટી મારી જવા પામી છે. ઉપરાંત રોડસાઈડમાં પણ કેટલાય વાહનો ફસાઈ ચુક્યા છે. આમ છતાંય માર્ગ-મકાન વિભાગના પેટનું પાણી હલતું નથી.

ઘટના@સમી: હાઇવે પર ટ્રક પલટી, અત્યાર સુધી ત્રણ ટ્રકોને નડ્યો અકસ્માત

રાધનપુરથી સમી તરફના આ માર્ગનું પેવરકામ સહિતનું કામ ખૂબ જ ધીમી ગતિએ થઈ રહ્યું છે. આથી આ માર્ગ ઉપર ઊડતી રેતની ડમરીઓથી વાહનચાલકો ને પોતાના વાહનો ચલાવવામાં ખૂબ જ હાડમારીઓ વેઠવી પડી રહી છે. તંત્ર દ્વારા હાથ ધરાયેલ રોડકામના તમામ સ્થળોએ યોગ્ય પાણી છંટકાવ કરાતો ના હોવાની વાહનચાલકો ફરિયાદ કરી રહ્યા છે.આ રોડકામ અંતર્ગત અનેક સ્થળોએ રોડની સાઈડોમાં માટી પુરાણનું કામ યોગ્ય રીતે કરાયું ના હોવાથી ત્રણ ટ્રકો અત્યાર સુધી પલટી મારી ગઈ હોવાની ઘટના પ્રકાશ માં આવી છે. આ રોડકામ અન્વયે રોડની બન્ને બાજુ ની સાઈડ બનાવવામાં રખાયેલી કચાશના કારણે કેટલાક દિવસો પૂર્વે શબ્દલપુરા પાસે એક ટ્રક પલટી મારી ગઈ હતી. આ ઘટનાથી નઘરોળ તંત્રના પેટનું પાણી હલ્યું ના હોવાથી તેના થોડાક જ દિવસો બાદ વાવલ ગામ નજીક પણ એક માલવાહક ટ્રેઇલર રોડની સાઈડમાં આ જ કારણથી પલટી મારી ગયું હતું. આ તરફ આજે બપોરના સમયે બાસ્પા-વરાણા વચ્ચે ટ્રક પલટાઈ જવાની ઘટના સામે આવી છે.

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, આમ છતાંય નઘરોળ તંત્ર સાબદુ બની યોગ્ય ગુણવત્તાસભર રોડસાઈડ બનાવવામાં ઉણું ઉતરતા ફરીથી આજે બાસ્પા-વરાણા વચ્ચે ટ્રક પલટાઈ જવાની ઘટના બનવા પામી હતી. આમ ઉપરાઉપરી ત્રણ ટ્રકો પલટી મારી જતા અત્યારે વાહન ચાલકો સામસામેથી પસાર થતા રોડની કાચી બનાવાયેલી સાઈડોમાં ઉતરતા ખચકાતા હોય છે. આથી ડાયવર્ઝનવાળા રસ્તા ઉપર વાહનચાલકોમાં ઘર્ષણ અને નાનામોટા ઝઘડાઓ થતા હોય છે.આ સિવાય રોડ ઉપર અનેક જગ્યાઓ ઉપર પડેલા ખાડાઓના પુરાણકામ કર્યા પછી યોગ્ય દબાણકામ કરાતું ના હોવાથી પણ અનેક વાહનો આવા ખાડાઓમાં ઉતરી જતા હોવાની ઘટનાઓતો સામાન્ય બની જવા પામી છે. રાઘનપુરથી સમી સુધી નો આ માર્ગ ગત વરસાદી સીઝનમાં મોટાપ્રમાણમાં સંપૂર્ણ ધોવાઈ જવા પામ્યો હતો. હવે જ્યારે આ માર્ગ નું સંપૂર્ણ નવીનીકરણ હાથ ધરાયુ છે ત્યારે આ માર્ગ ગુણવત્તાસભર બનાવાય તેમજ રોડની બન્ને સાઈડો માં કરાતા પુરાણકામને યોગ્ય રીતે દબાવી પાકી સાઈડો બનાવાય તેવુ વાહનચાલકો ઈચ્છી રહ્યા છે.