ઘટના@સાંતલપુર: 18 વર્ષીય યુવક થ્રેસર મશીનમાં આવી જતાં કમકમાટીભર્યું મોત નિપજ્યું

અચાનક થ્રેસરમાં આવી જતા ખેડૂત પુત્રનું મોત થયું
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
પાટણમાં થ્રેસરમાં આવી જતા ખેડૂત પુત્રનું મોત થયાના સમાચાર સામે આવી રહ્યા છે. સાંતલપુરના પાટણકા ગામે 18 વર્ષીય યુવકનું ખેતરમાં ધાણા કઢાવવા ગયો હતો તે દરમિયાન અચાનક થ્રેસરમાં આવી જતાં મોત નીપજ્યુ છે. રાજ્યમાં અવાર-નવાર અકસ્માત, હત્યા, બળાત્કાર, ચોરી-લૂંટ સહિત અકસ્માતી મોત થવાના બનાવો વધી રહ્યા છે.
પાટણમાં આવેલા સાંતલપુર તાલુકાના પાટણકા ગામમાં યુવાનનું હદય કંપી જાય તેવી મોતની ઘટના બની છે. સાંતલપુરના પાટણકા ગામે 18 વર્ષીય યુવકનું ખેતરમાં ધાણા કઢાવવા ગયો હતો તે દરમિયાન અચાનક થ્રેસરમાં આવી જતાં મોત નીપજ્યુ છે. 18 વર્ષીય અશોક આહીર નામનો યુવાન ખેતરમાં ધાણા કઢાવતો હતો ત્યારે અચાનક થ્રેસરમા આવી જતા કરૂણ મોત નીપજ્યું છે. બપોરના સમયે મામાના ખેતરમાં હાલરમાંથી ધાણા કઢાવવા ગયો હતો. તેવામાં અચાનક થ્રેસરમાં આવી જતા યુવકનું મોત થયું છે. અનાજ લેવરાવવા માટે આવેલ અશોકનું હદય કંપી જાય તેવું મોત થતા સમગ્ર ગામમાં માતમ છવાયો છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.