આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર ડોટ કોમ, સાંતલપુર

કોરોના મહામારી વચ્ચે સાંતલપુર પંથકમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. સ્થાનિક મહિલાએ પોતાની ખાનગી વાત છુપાવવા પાડોશની દીકરીને મહાત્રાસ આપ્યો હતો. જેમાં પોતાનું પાપ છુપાવવા એક બાળકીનો હાથ ઉકળતાં તેલમાં નાખતાં તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત બની હતી. જે બાદમાં બાળાએ બૂમાબૂમ કરતાં તેને તાત્કાલિક સારવાર અર્થે ખસેડાઇ હતી. પ્રાથમિક વિગતો મુજબ આરોપી મહિલા અગાઉ કોઇ અન્ય પુરૂષ સાથે હોઇ બાળાએ બંનેને જોયા હતા. જેથી બાળાએ કોઇને તે વાત કહી છે કે નહી ? તેવી શંકા રાખી બાળકીને પોતાના ઘરે બોલાવી મહિલાએ જધન્ય કૃત્ય કર્યુ હતુ. સમગ્ર મામલે ઇજાગ્રસ્ત બાળાના પિતાએ મહિલા સામે સાંતલપુર પોલીસ મથકે ફરીયાદ નોંધાવતાં પોલીસે આરોપી મહિલાની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ જીલ્લાના સાંતલપુર કોલી વાસમાં રહેતી સ્થાનિક મહિલાએ 11 વર્ષિય બાળાનો હાથ ઉકળતાં તેલમાં નાંખી દીધો હતો. પ્રાથમિક વિગતો મુજબ કોલીવાસમાં લવજીભાઈ કાથળભા કોલી ડ્રાઇવિંગનો ધંધો કરી પોતાનું ગુજરાન ચલાવે છે. તેમના ઘરની નજીકમાં રહેતી લખીબેન રમેશભાઇ મકવાણા દસેક દિવસ અગાઉ અન્ય કોઇ પુરૂષ સાથે વાતચીત કરી હતી. જ્યાં આ લવજીભાઇની દીકરી સંગીતાએ તેઓને જોયા હતા. જે બાદમાં ગઇકાલે બપોરના સમયે લખીબેને સંગીતાને પોતાના ઘરે બોલાવી અને તે આ વાત કોઇને કહી નથી ને ? તેવું પુછ્યુ હતુ. જેથી સંગીતાએ ના પાડતાં મહિલાએ વિશ્વાસ અપાવવા ઘરમાં ચૂલા ઉપર મુકેલ ઉકળતાં તેલની તપેલીમાં હાથ મુકવા કહ્યુ હતુ. જોકે સંગીતાએ ના પાડતાં મહિલાએ બળજબરીથી સંગીતાનો હાથ ઉકળતાં તેલમાં નાંખતાં તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત બની હતી.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, મહિલાએ પોતાનું પાપ છુપાવવા એક 11 વર્ષિય બાળકી સાથે જઘન્ય કૃત્ય કરતાં સ્થાનિકો મહિલા પ્રત્યે ફીટકાર વરસાવી રહ્યા છે. ગઇકાલે બપોરે બનેલી ઘટના બાદ સંગીતાએ બૂમાબૂમ કરતાં લખીબેન નાસી છુટી હતી. જે બાદમાં અસહ્ય પીડાથી કણસતી બાળાને જોઈને સ્થાનિકોએ બાળાના પિતાને મોબાઈલ ફોન કરી બનાવથી વાકેફ કર્યા હતાં. જે બાદમાં બાળાને તાત્કાલિક સારવાર અર્થે સાંતલપુર હોસ્પિટલમાં ખસેડાઇ હતી. જે બાદમાં પિતા આગળ સંગીતાએ સમગ્ર ઘટનાની વાત કર્યા બાદ પિતાએ મહિલા સામે પોલીસ ફરીયાદ નોંધાવી છે. સમગ્ર મામલે સાંતલપુર પોલીસે મહિલા વિરૂધ્ધ આઇપીસી કલમ 326, 504, 506(2) મુજબ ગુનો નોંધી તેની અટકાયત કરી હતી.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code