બનાવ@સાપુતારા: ટેબલ પોઈન્ટ પર ફોટોગ્રાફી કરતા બાઈક ખીણમાં પડતા યુવકનું દર્દનાક મોત

બ્રેક ફેઈલ થતા બાઈક ખીણમાં ખાબકતા અકસ્માત સર્જાયો
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
સાપુતારામાં એક ફોટોગ્રાફર યુવકનો ભયંકર અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે. યુવકની બાઈકની બ્રેક ફેઈલ જતા બાઈક કાબૂની બહાર જઈ ખીણમાં ખાબકી હતી.સાપુતારામાં અકસ્માતનો એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. જેમાં હોસ્પિટલ લઈ જતા સમયે યુવકે અંતિમ શ્વાસ લીધા હતા.આ ભયંકર અકસ્માતમાં યુવકનું કરુણ મોત નિપજ્યું છે. અકસ્માતને કારણે સ્થળ પર મોટી સંખ્યામાં ભીડ એકઠી થઈ હતી. ઘટનાની જાણ થતાં જ 108ની ટીમ સ્થળ પર પહોંચી હતી.
એમ્બ્યુલન્સમાં તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યો હતો. તે સમયે યુવકનું કરુણ મોત નિપજ્યું હતું. જેથી હાલ તેના પરિવારમાં પણ શોકનો માહોલ છવાઈ ગયા છે.જે યુવકનું મોત નિપજ્યું છે તેનું નામ ધનંજય ચૌરસિયા હોવાનું સામે આવ્યું છે. સાથે જ એવી માહિતી પણ સામે આવી છે કે યુવક મૂળ બિહારનો રહેવાસી હતો. તેની બ્રેક ફેઈલ જવાને કારણે તેની ગાડી ખીણમાં ખાબકી હતી. યુવક સાપુતારામાં આવેલ ટેબલ પોઈન્ટ પર ફોટોગ્રાફી કરવાનું કામ કરતો હતો. યુવકના અકસ્માત બાદ તેને 108 દ્વારા તાત્કાલિક સામગાહન સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. તે હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ રસ્તામાં તેણે શ્વાસ છોડી દીધા અને તેનું કરુણ મોત નિપજ્યું હતું. આ ઘટના હાલ આસપાસના વિસ્તારમાં ચર્ચાનું કેન્દ્ર બની ગઈ છે.